શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દાદરા નગર હવેલી પર ભાજપે કયા પટેલને આપી ટીકિટ, જાણો વિગત
વાપી: ભારતીય જનતા પાર્ટીએ 2019 લોકસભા ચૂંટણીને લઈને ગુરૂવારની સાંજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ 184 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. દાદરા નગર હવેલીમાં કદાવર નેતા નટુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. નટુભાઈ પટેલ વિકાસનાં કામો અને ગ્રાઉન્ડ પર કામ કરનારા નેતા માનવામાં આવે છે.
મહત્વનું છે કે, નટુભાઇ પટેલ 2014માં 5 હજાર મતોથી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે નટુભાઈ પટેલ બિલ્ડર છે અને તેઓ પ્રદેશનાં આદિવાસી લોકોમાં સારું નામ ધરાવે છે.
નટુભાઈ પટેલ ઓછું ભણેલા હોવા છતાં તેમણે દાદરા નગર હવેલીનાં વિદ્યાર્થીઓ માટે સરકારી ઇંગ્લિશ સ્કૂલો શરૂ કરાવી હતી. આ ઉપરાંત તેમણે અહીં મેડિકલ કોલેજ પણ શરૂ કરાવી હતી. નટુભાઈ પટેલે સેલવાસને સ્માર્ટ સિટીમાં દરજ્જો અપાવ્યો છે. તેમણે દમણ ગંગા નદી પર રીવરફ્રંટ બનાવડાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion