શોધખોળ કરો

Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણીના સૌથી ચોંકાવનારા સમાચાર, વારાણસી બેઠક પરથી પીએમ મોદી પાછળ

Lok Sabha Election Result Updates: પીએમ મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી 2014 અને 2019ની ચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવી છે. આ વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી (PM Modi) વારાણસી લોકસભા સીટ પરથી શરૂઆતના ટ્રેન્ડમાં પાછળ છે. સવારે 9.15 વાગ્યા સુધીના આંકડા મુજબ વડાપ્રધાન મોદી (PM Modi) કોંગ્રેસના ઉમેદવાર અજય રાયથી 6 હજાર મતોથી પાછળ છે. કોંગ્રેસે પીએમ મોદી (PM Modi)ના પાછળ રહેવાને ટ્રેલર ગણાવ્યું છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ચૂંટણી પંચનો ડેટા શેર કરતા લખ્યું કે, આને ટ્રેલર કહેવાય છે.

પીએમ મોદી (PM Modi)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) અહીંથી જંગી અંતરથી જીતી હતી. તેઓ 2014માં પહેલીવાર અહીંથી ચૂંટણી લડવા આવ્યા હતા, તેમની સામે અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં પીએમ મોદી (PM Modi)ને વારાણસી સીટ પર 56 ટકા વોટ મળ્યા હતા. તેઓ અહીંથી 5 લાખથી વધુ મતોથી જીત્યા હતા.

2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં પીએમ મોદી (PM Modi)એ 6.5 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. તેમને 63 ટકા વોટ મળ્યા હતા. સમાજવાદી પાર્ટીના શાલિની યાદવ બીજા ક્રમે છે.

વારાણસીમાં ક્યારે મતદાન થયું?

વારાણસી લોકસભા સીટ માટે સાતમા તબક્કા હેઠળ 1 જૂને મતદાન થયું હતું. પૂર્વીય યુપીની ઘણી બેઠકો સાથે અહીં છેલ્લા તબક્કામાં મતદાન થયું હતું. વારાણસીમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલી રહી છે. પીએમ મોદી (PM Modi) અહીંથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપને સંપૂર્ણ આશા છે કે વડાપ્રધાન મોદી (PM Modi) અહીંથી સરળતાથી જીતી જશે. પીએમ મોદી (PM Modi)એ અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રેલી પણ કરી હતી. આ સિવાય તેઓ ચૂંટણી રોડ શો કરતા પણ જોવા મળ્યા હતા.

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.

બીજો તબક્કામાં 26 એપ્રિલે  89 બેઠકો પર મતદાન થયું હતું

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું.  દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું

ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં 13 મેના રોજ  96 બેઠકો પર મતદાન થયું હતું

ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં  20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું

પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ  57 બેઠકો પર મતદાન થયું હતું

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.

સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું

સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
IPL 2027 મા રમી શકે છે મોહમ્મદ આમિર, APL ડ્રાફ્ટમાં બ્રિટિશ નાગરિક તરીકે કરાવ્યું રજીસ્ટ્રેશન
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?
Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
Embed widget