શોધખોળ કરો

કોંગ્રેસમાં જોડાયા શત્રુઘ્ન સિંહા, કહ્યું- BJP વન મેન શો ટૂ મેન આર્મી

શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારે હ્રદયથી અને ખૂબ પીડા સાથે અંતે હું મારી જૂની પાર્ટીને અલવિદા કહી રહ્યો છું.

નવી દિલ્હીઃ ભાજપના 39મી સ્થાપના દિવસ પર પાર્ટીના કદ્દાવર નેતા શત્રુઘ્ન સિન્હા શનિવારે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ નેતૃત્વની સાથે લાંબા સમયથી નારાજ ચાલી રહેલ શત્રુઘ્ન સિન્હા દિલ્હીમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ દરમિયાન કોંગ્રેસ તરફતી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પાર્ટીના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ હાજર હતા. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ એક પક્ષ સાથે એક વિચારધારા પણ છે. શત્રુઘ્ન સિન્હાના આધ્યાત્મિક અને બૌદ્ધિક તરીકે મહાત્મા ગાંધીના વિચારો સાથે સંકળાયેલા રહ્યા છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યું, શત્રુઘ્ન સારા નેતા છે. બોલિવૂડમાં સુપર સ્ટાર છે. તેમનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત છે. ભાજપે આ વખતે પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા છે. શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારે હ્રદયથી અને ખૂબ પીડા સાથે અંતે હું મારી જૂની પાર્ટીને અલવિદા કહી રહ્યો છું. 6 એપ્રિલે, જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ દિવસે બીજેપીનો સ્થાપના દિવસ પણ છે. પાર્ટીના લોકો મારા માટે પરિવાર સમાન છે. શત્રુઘ્ન સિંહાએ કોંગ્રેસમાં જોડાવા અંગે જણાવ્યું કે મારો કોંગ્રેસમાં પ્રવેશ કરાવવામાં લાલુ પ્રસાદ યાદવની મહત્વની ભૂમિકા રહી. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આજે ભાજપનો 49માં સ્થાપના દિવસ છે. આજે પક્ષને છોડવો મારા માટે દુ:ખદ રહ્યું છે. જ્યારે હું જય પ્રકાશ નારાયણને મળ્યો હતો તો તેમણે નાનાજી દેશમુખ સાથે મારો પરિચય કરાવ્યો હતો. ભારત રત્ન નાનાજીએ મારો રાજકીય ઉછેર કર્યો હતો. તેમણે મને અટલજી સાથે મળાવ્યા અને મે ભાજપ માટે કામ કરવાનો નિર્ણય કર્યો હતો. આ જ પક્ષમાં મારી મુલાકાત ગુરુ અને માર્ગદર્શક અડવાણીજી સાથે પણ થઈ.’ શત્રુએ વર્તમાન ભાજપ સરકાર પર વાકપ્રહાર કરતા જણાવ્યું કે, ‘મે લોકશાહીને તાનાશાહીમાં તબદીલ થતા જોઈ છે. ભાજપ વન મેન આર્મી અને ટુ મેન શો બની ગયો છે.’ શત્રુઘ્નએ અડવાણી, મુરલી મનોહર જોશી અને અરુણ શૌરીની સ્થિતિ અંગે પણ ભાજપની ઝાટકણી કાઢી હતી. શોટગને વધુમાં જણાવ્યું કે, ‘ત્યાં મંત્રીઓ હોવા છતા પીએમઓથી સરકાર ચાલેછે. તમામ લોકો ડરેલા છે. પાર્ટીએ સ્માર્ટ સિટીનું વચન પણ પૂર્ણ નથી કર્યું.’

ટોપ સ્ટોરી

France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?

રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI

BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ

Embed widget