શોધખોળ કરો
Advertisement
દિગ્વિજયસિંહની રેલીમાં લાગ્યા મોદી-મોદીના નારા, જાણો પછી શું થયું
દિગ્વિજય સિંહ માટે આ સીટ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે, જ્યારે ભાજપ તેની પરંપરાગત સીટને કોઇ પણ હાલતમાં ગુમાવવા માંગતી નથી.
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કમ્પ્યૂટર બાબા સાથે મળીને આજે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રોડ શોમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. જેના કારણે રેલીમાં સામેલ કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.
ભોપાલમાં છઠ્ઠા તબક્કા અંતર્ગત 12મેના રોજ વોટિંગ થશે. મતદાનની તારીખ નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષો અહીંયા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. દિગ્વિજય સિંહ માટે આ સીટ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે, જ્યારે ભાજપ તેની પરંપરાગત સીટને કોઇ પણ હાલતમાં ગુમાવવા માંગતી નથી.
આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ભાજપના ઉમેદવારના સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર માટે રોડ શો કરવાના છે. આ વખતે દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થઈ રહી છે. તેમાંથી પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.Bhopal: #Visuals from the roadshow of Computer Baba and Digvijay Singh (Congress candidate from Bhopal Parliamentary constituency). #MadhyaPradesh pic.twitter.com/iovEGWJuxS
— ANI (@ANI) May 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement