શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે પ્રચંડ પ્રચાર, જાણો ક્યાં કરશે પ્રથમ રેલીને સંબોધન
ગુજરાતમાં રાહુલ ગાંધીની પહેલી સભાનું આયોજન વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં કરાયું છે.
અમદાવાદઃ લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ રહી છે. ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને તેમના વતન અમરેલીથી લોકસભા ટિકિટ ફાળવી છે.
નેતા વિપક્ષને અમરેલીથી ચૂંટણીમાં ઉતારી શાખ દાવ પર લગાવનાર કૉંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી જીતાડવામાં કોઈ કસર છોડવા નથી માગતી. પ્રતિષ્ઠાના જંગ સમી અમરેલી બેઠક જીતવા ખુદ રાહુલ ગાંધી આક્રમક બન્યા છે. એ જ કારણસર ગુજરાતમાં રાહુલ ગાંધીની પહેલી સભાનું આયોજન વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં કરાયું છે. ગુજરાતમાં 15 એપ્રિલથી રાહુલ ગાંધીની 5 સભા યોજાશે. અમરેલીની રેલી બાદ રાહુલ ગાંધી ઉત્તર,દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રેલી સંબોધશે.
પરેશ ધાનાણી પોતાના વિસ્તારમાં વધુમાં વધુ પ્રચાર કરી શકે તેના માટે પ્રદેશ કૉંગ્રેસે ધાનાણીને અન્ય વિસ્તારોની જવાબદારીઓમાંથી મુક્ત રાખ્યા છે. રાહુલની સાથે પ્રિયંકાને પણ ગુજરાત આવવા વિનંતી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ ઝંઝાવતી પ્રચાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે VVPATની ગણતરીને લઈને શું આપ્યા નિર્દેશ? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement