શોધખોળ કરો
ખેડામાં કોંગ્રેસનો મોટો ફટકો, કાળુસિંહ ડાભીએ આપ્યું રાજીનામું, જાણો કોના કારણે ટિકિટ કપાઇ હોવાનો લગાવ્યો આરોપ

ખેડાઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. કઠલાલના ધારાસભ્ય અને કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રમુખ કાળુસિંહ ડાભીએ લોકસભા ટિકિટ ન મળવાથી રાજીનામું આપ્યું છે. ગઈકાલે તેમણે કોંગ્રેસ તરફથી ટિકિટ મળવાનો દાવો કર્યો હતો. પરંતુ ખેડા બેઠક પર કોંગ્રેસે બિમલ શાહને ટિકિટ આપી હતી. જે બાદ તેમની નારાજગી જોવા મળતી હતી. તેમણે દિનશા પટેલના કારણે ટિકિટ કપાઇ હોવાનો દાવો કરી જણાવ્યું કે, બિમલ શાહ કોઈ પણ હિસાબે જીતી નહીં શકે. દિનશા પટેલ ખેડામાં કોંગ્રેસને નબળી પાડી રહ્યા છે. બુધવારે રાત્રે કોગ્રેસે પોતાના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બનાસકાંઠા બેઠક પરથી પરથી ભટોળ, ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મનહર પટેલ, સાબરકાંઠામાં રાજેન્દ્ર ઠાકોરને કોગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. ખેડા બેઠક પર બિમલ શાહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. સુરત બેઠક પર અશોક અધેવાડાના નામની જાહેરાત કરાઇ હતી. જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નામની આજે અમરેલી બેઠક પરથી સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.
Congress party releases list of 6 candidates in Gujarat for #LokSabhaElections2019 . pic.twitter.com/HD9pfeNpzr
— ANI (@ANI) April 3, 2019
કોંગ્રેસે ખેડાથી ટિકીટ ન મળવા માટે ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ કોને ઠેરવ્યા જવાબદાર? જુઓ વીડિયો
વધુ વાંચો





















