શોધખોળ કરો
Advertisement
મોદી પર ભડકી માયાવતી, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત ના થવાને ગણાવ્યુ મોદી સરકારનું કાવતરુ
નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભા 2019ની ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. પક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. ત્યારે બીએસપી સુપ્રીમો માયાવતીએ મોદી સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે, આ મુદ્દો જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ના જાહેર ના થવાને લઇને ઉઠ્યો છે.
બીએસપી સુપ્રીમો માયાવતીએ જમ્મુ-કાશ્મીર ચૂંટણી ના કરવાનના નિર્ણયને મોદી સરકારનું કાવતરુ ગણાવ્યુ છે. માયાવતીએ એક ટ્વીટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.
ટ્વીટમાં માયાવતીએ લખ્યુ છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથે ના કરાવવી, એ મોદી સરકારની કાશ્મીર નીતિની નિષ્ફળતા ઉજાગર કરે છે. જે સુરક્ષાદળો લોકસભા ચૂંટણી કરાવી શકે છે, તેઓ તે જ દિવસે વિધાનસભાની ચૂંટણી કેમ નથી કરાવી શકતા? કેન્દ્રનું તર્ક પાયાવિહોણુ છે તે બીજેપીનું બચવાનું ખોટુ બહાનુ છે.
નોંધનીય છે કે, લોકસભા 17 લોકસભા માટે 11 એપ્રિલથી 19 મે સુધી દેશભરમાં મતદાન યોજાશે, અને 23 મેએ દેશને નવી સરકાર મળી જશે.जम्मू-कश्मीर में विधानसभा का आमचुनाव लोकसभा चुनाव के साथ नहीं कराना श्री मोदी सरकार की कश्मीर नीति की विफलता का द्योतक है। जो सुरक्षा बल लोकसभा चुनाव करा सकते हैं वही उसी दिन वहाँ विधानसभा का चुनाव क्यों नहीं करा सकते हैं? केन्द्र का तर्क बेतुका है व बीजेपी का बहाना बचकाना है।
— Mayawati (@Mayawati) March 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion