શોધખોળ કરો
Advertisement
ઓપિનિયન પોલઃ 275 બેઠકો સાથે NDAને ફરી મળશે સત્તા, UPAને મળશે 147 બેઠકો
ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવી અને CNX ઓપિનિયન પોલમાં આ આંકડાઓ સામે આવ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર, દેશની 543 લોકસભા બેઠકોમાંથી ભાજપ 230 બેઠકો જીતી શકે છે
નવી દિલ્હીઃ દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર દેશની ગાદી પર બેસશે. ચૂંટણીમાં એનડીએને આ વખતે 275 બેઠકો મળી શકે છે જ્યારે યુપીએના ખાતામાં 147 બેઠકો આવી શકે છે. જ્યારે અન્ય પક્ષોને 121 બેઠકો મળવાનો અંદાજ છે. ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવી અને CNX ઓપિનિયન પોલમાં આ આંકડાઓ સામે આવ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર, દેશની 543 લોકસભા બેઠકોમાંથી ભાજપ 230 બેઠકો જીતી શકે છે. જ્યારે કોગ્રેસને 97 બેઠકો મળી શકે છે. ટીએમસી 28, બીજેપીને 14. શિવસેનાના 13, સમાજવાદી પાર્ટી 15, બીએસપી 14, આરજેડી 8, જેડીયુ 9 અને અન્યને 115 બેઠકો પર જીત મળી શકે છે. જો ગઠબંધનના હિસાબે આંકડાઓ પર નજર નાખવામાં આવે તો એનડીએને 275 અને યુપીએને 147 અને અન્યને 121 બેઠકો મળી શકે છે.
દેશમાં સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો અહીની 80 લોકસભા બેઠકોમાંથી ભાજપ 45, બીએસપીને 14 અને એસપીને 15 અને કોગ્રેસને ચાર બેઠકો મળી શકે છે. જ્યારે આરએલડી અને અપનાદળને એક-એક બેઠક મળી શકે છે. જ્યારે 42 બેઠકો ધરાવતા પશ્વિમ બંગાળમા તૃણમુલ કોગ્રેસને 28 જ્યારે ભાજપને 13 બેઠકો મળી શકે છે. કોગ્રેસ અને લેફ્ટના ખાતામાં એક-એક બેઠકો આવી શકે છે.
આ રીતે બિહારમાં 40 લોકસભા બેઠકોના સર્વેમાં ભાજપને 14, આરજેડીને આઠ, જેડીયુંને 9, કોગ્રેસને 3, એલજેપી 3 અને અન્ય ત્રણ બેઠકો જીતી શકે છે. ઝારખંડમાં 14માંથી બીજેપી 9 અને છત્તીસગઢની 11 બેઠકોમાંથી ભાજપ 3 અને કોગ્રેસ આઠ બેઠકો જીતી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement