શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધી બોલ્યા- બધા ‘ચોરો’નું નામ ‘મોદી’ જ કેમ?, અકળાયેલી બીજેપી દોડી ચૂંટણી પંચમાં, જાણો વિગતે
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અને નાંદેડ લોકસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર અશોક ચવ્હાણના પક્ષમાં ચૂંટણી રેલીની સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ નિશાન તાક્યુ હતુ. રાહુલ ગાંધીએ બિઝનેશમેન નિરવ મોદી અને લલિત મોદીના નામને લઇને બીજેપીને ઘેરી હતી
નાંદેડઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન મોદી પર સીધુ નિશાન તાક્યુ છે અને સવાલ કર્યો છે કે, બધા ‘ચોરો’ના નામ ‘મોદી’ જ કેમ હોય છે. રાહુલ ગાંધી ભાગેડુ બિઝનેસમેન નિરવ મોદી અને આઇપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીનો હવાલો આપતા કટાક્ષ કર્યો હતો.
રાહુલ ગાંધીના આ નિવેદન પર અકળાયેલી બીજેપી સીધી ચૂંટણી પંચમાં પહોંચી છે. બીજેપીએ આ નિવેદનને આપત્તિજનક ગણાવ્યુ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વ વાળી બીજેપીના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજેપીએ રાહુલ ગાંધી પર જાતિ વિશેષના લોકોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અને નાંદેડ લોકસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર અશોક ચવ્હાણના પક્ષમાં ચૂંટણી રેલીની સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ નિશાન તાક્યુ હતુ. રાહુલ ગાંધીએ બિઝનેશમેન નિરવ મોદી અને લલિત મોદીના નામને લઇને બીજેપીને ઘેરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion