શોધખોળ કરો
Advertisement
પરિણામો અગાઉ રાહુલ ગાંધીનો કાર્યકર્તાઓને સંદેશ- 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક રહો
કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સતર્ક રહેવા કહ્યુ છે. બુધવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતું કે, પ્રિય કાર્યકર્તાઓ આગામી 24 કલાક તમામ લોકો માટે મહત્વપૂર્ણ છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવવાને હજુ એક દિવસનો સમય બાકી છે પરંતુ આ અગાઉ રાજકીય પાર્ટીઓ સતર્ક થઇ ગઇ છે. વિપક્ષ સતત ઇવીએમમાં ગરબડનો આરોપ લગાવી રહ્યુ છે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સતર્ક રહેવા કહ્યુ છે. બુધવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતું કે, પ્રિય કાર્યકર્તાઓ આગામી 24 કલાક તમામ લોકો માટે મહત્વપૂર્ણ છે. એટલા માટે સતર્ક રહો.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં અપીલ કરતા લખ્યું કે, કાર્યકર્તાઓ, સાવધાન રહો. પરંતુ તમે ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યા છો, નકલી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ ના થાવ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાના પર અને કોગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો. તમારી મહેનત બેકાર નહી જાય. જય હિંદ. નોંધનીય છે કે રાહુલ ગાંધી અગાઉ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક ઓડિયો જાહેર કર્યો છે જેમાં તેમણે કોગ્રેસના કાર્યકર્તાઓને એક્ઝિટ પોલ પર ધ્યાન ના આપવા અને સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા કહ્યું છે. નોંધનીય છે કે જ્યારથી એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી વિપક્ષમાં હલચલ મચી ગઇ છે. એક્ઝિટ પોલમાં ભાજપ પ્રચંડ બહુમતી વિજેતા થશે તેવું દર્શાવાયું છે. ત્યારબાદથી વિપક્ષની તમામ પાર્ટીઓ સતત ઇવીએમમાં ગરબડનો આરોપ લગાવી રહી છે અને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી રહી છે.कांग्रेस पार्टी के प्रिय कार्यकर्ताओं , अगले 24 घंटे महत्वपूर्ण हैं। सतर्क और चौकन्ना रहें। डरे नहीं। आप सत्य के लिए लड़ रहे हैं । फर्जी एग्जिट पोल के दुष्प्रचार से निराश न हो। खुद पर और कांग्रेस पार्टी पर विश्वास रखें, आपकी मेहनत बेकार नहीं जाएगी। जय हिन्द। राहुल गांधी
— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement