શોધખોળ કરો

કોંગ્રેસમાંથી રાજીનામું આપી અલ્પેશ જેમના માટે પ્રચાર કરવાનો છે તે સ્વરૂપજી ઠાકોર કોણ છે? જાણો વિગત

બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાના સ્વરૂપજી ઠાકોર અપક્ષ ચૂંટણી લડવાના છે. અલ્પેશ ઠાકોર તેમના માટે પ્રચાર કરવાનો છે.

અમદાવાદઃ કોંગ્રેસથી નારાજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને બનાસકાંઠા અને ઉંઝાના ઠાકોર સેનાના ઉમેદવાર માટે પ્રચાર કરવાની જાહેરાત કરી છે. બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાના સ્વરૂપજી ઠાકોર અપક્ષ ચૂંટણી લડવાના છે. અલ્પેશ ઠાકોર તેમના માટે પ્રચાર કરવાનો છે. તેમનું પૂરું નામ સ્વરૂપજી સરદારજી ઠાકોર છે અને તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. તેમની ઉંમર 37 વર્ષ છે.તેઓ વાવ તાલુકાના બીયોક ગામના વતની છે. તેમના પરિવારમાં પત્ની ભાવનાબેન ઠાકોર બે દીકરી દિપીકાબેન અને રાધિકાબેન, જ્યારે બે દીકરા વિક્રમ અને જયવિર છે. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસના રાજીનામાને તેમણે યોગ્ય ગણાવ્યો હતો અને આગળની રણનીતિ હવે નક્કી કરીશું, તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ લોકસભા લડી રહ્યાં છે. બનાસકાંઠા એ ઠાકોર સમાજનાં વર્ચસ્વ ધરાવતી બેઠક છે, જેમાં લોકસભાની ટિકીટ કોંગ્રેસ પાસે ઠાકોર સમાજે માગી હતી. જોકે કોંગ્રેસ દ્વારા ટિકીટ ન આપતાં ઠાકોર સેનાનાં કાર્યકરોએ અલ્પેશ ઠાકોર સાથે મુલાકાત કરી હતી. અલ્પેશ પણ કોંગ્રેસથી નારાજ હોવાથી અપક્ષ ચૂંટણી લડવા સમર્થન આપ્યું હતું. સાથે પ્રચારમાં આવવાની વાત પણ કરી હતી. ઠાકોર સેનાનાં ઉમેદવારે જણાવ્યું હતું કે, વિધાનસભામાં કોંગ્રેસને સમર્થન આપ્યાં બાદ કોંગ્રેસ અવગણનાં કરી છે, જેથી આ નિર્ણય લીધો છે. અલ્પેશ ઠાકોર અમારી ચૂંટણીનાં પ્રચાર અર્થે આવશે તેવી ખાતરી આપી છે.

ટોપ સ્ટોરી

માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

Embed widget