શોધખોળ કરો
Advertisement
કન્હૈયા કુમાર માટે અનુપમ ખેરની સામે પડી ગઇ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ટ્વીટર પર આપ્યો આવો જવાબ
અનુપમ ખેરે ટ્વીટર પર કન્હૈયા કુમાર પર કટાક્ષ કરતાં લખ્યું, "સાંભળ્યુ છે કે ટુકડે ટુકડે ગેંગનો સભ્ય બેગુસરાયથી ચૂંટણી લડી રહ્યો છે, જે પોતાના દેશનો ના થયો તે તમારો શું થવાનો?"
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. બૉલીવુડના સ્ટાર્સ પણ હવે એકબીજાની સામે રાજકીય પક્ષો માટે આવી રહ્યાં છે. તાજેતરમાં જ સ્વરા ભાસ્કર અને અનુપમ ખેર ટ્વીટર પર લડી પડ્યા હતા. ખરેખરમાં, અનુપમ ખેરે બેગુસરાય બેઠક પરથી સીપીઆઇનો ઉમેદવાર કન્હૈયા કુમાર માટે ટ્વીટ કર્યુ હતુ. જેને લઇને સ્વરા ભાસ્કરે વળતો એટેક કરવાનું શરૂ કરી દીધુ હતુ. બન્ને કલાકારોની ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
અનુપમ ખેરે ટ્વીટર પર કન્હૈયા કુમાર પર કટાક્ષ કરતાં લખ્યું, "સાંભળ્યુ છે કે ટુકડે ટુકડે ગેંગનો સભ્ય બેગુસરાયથી ચૂંટણી લડી રહ્યો છે, જે પોતાના દેશનો ના થયો તે તમારો શું થવાનો?"
અનુપમ ખેરનું આ ટ્વીટ વાંચીને સ્વરા ભાસ્કર અકળાઇ ઉઠી અને વળતો એટેક કરતું ટ્વીટ કર્યુ હતું. સ્વરા ભાસ્કરે લખ્યુ "સર મને લાગે છે કે તમે બીજેપી ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરની વાત કરો છો, સાચુ કહ્યું જે દેશની ના થઇ શકી, જેને આતંકી હુમલા દ્વારા દેશને તોડવાની કોશિશ કરી, તે ભોપાલની કે સંસદની શું થશે...જય હિન્દ."सुना है टुकड़े टुकड़े गैंग का एक सदस्य बेगुसराय से इलेक्शन लड़ रहा है। जो अपने देश का नहीं हो सकता वो आपका क्या होगा?
— Anupam Kher (@AnupamPKher) April 28, 2019
Sir I think आप भोपाल की #BJP प्रत्याशी #PragyaThakur की बात कर रहें हैं! ???????????????????????????????????????????? सही कहा - जो देश की ना हो सकी, जिसने आतंकवादी हमले द्वारा देश तोड़ने की कोशिश की.. वो भला भोपाल की या संसद की क्या होगी!!!!! जय हिंद! ???????????????????????????????? https://t.co/D9ORoma5Rt
— Swara Bhasker (@ReallySwara) April 28, 2019
Latest addition to our scintillating list of MP contestants: a potential terrorist.. Malegaon blast accused Sadhvi Pragya.. BJP absolutely naked in its agenda of hate and divisiveness.. https://t.co/q5pD9NUi27
— Swara Bhasker (@ReallySwara) April 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement