શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારવાને લઈને CM વિજય રૂપાણીએ શું કહ્યું? જાણો વિગત
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારવા બાબતે સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. ખેડાના કપડવંજ ખાતે પ્રચાર માટે આવેલા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં આવી ઘટના ઘટે તે અયોગ્ય છે. આ હુમલા સાથે ભાજપને કંઇ લેવા-દેવા નથી.
નડિયાદ: સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારવા બાબતે સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. ખેડાના કપડવંજ ખાતે પ્રચાર માટે આવેલા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં આવી ઘટના ઘટે તે અયોગ્ય છે. આ હુમલા સાથે ભાજપને કંઇ લેવા-દેવા નથી.
કોંગ્રેસને કોઇપણ જગ્યાએ સહાનુભૂતિ મળી રહી નથી. તેથી આ પ્રકારની ઘટનામાં કોંગ્રેસ સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરી રહી છે તેમ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સીએમ ગુજરાતમાં ફરે છે, પ્રવચનો કરે છે, પરંતુ આવું ક્યારેય બન્યું નથી.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે આ ઘટના માટે ભાજપને સીધી રીતે દોષિત ગણાવ્યું છે અને તેમના પર હળહળતા આરોપ લગાવ્યા છે. હાર્દિકે કહ્યું હતું કે, ભાજપ મને મારી નાખવા માગે છે અને મારા પર હુમલાઓ કરાવે છે. મને પ્રચાર કરતો રોકવા ભાજપનું ષડયંત્ર છે. હુમલા બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. હાર્દિકના કહેવા પ્રમાણે તેણે ફક્ત જાણવાજોગ અરજી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement