શોધખોળ કરો
Advertisement
આ તારીખે મોદી લેશે શપથ! આ પહેલા મોદી અને અમિત શાહ આવશે ગુજરાત
વડાપ્રધાન પદના શપથ પહેલા મોદી માતા હીરાબાનાં આશીર્વાદ લઈ સકે છે. અમિત શાહ પણ જંગી મતોથી જીત્યા બાદ ગુજરાત આવી શકે છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત ભાજપની પ્રચંડ જીત થઈ છે. 2014ની સામે નરેન્દ્ર મોદી વધારે મજબૂત થઈને સંસદ પહોંચ્યા છે અને ભારે બહુમત સાથે પીએમની ખુરશી પર બેસશે. એવામાં હવે સૌથી વધારે ચર્ચા તેમના પ્રધાનમંત્રી પદની શપથ વિધિની તારીખને લઈને થઈ રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 30 મેના રોજ મોદી શપથ લઈ શકે છે.
મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી ફરીથી વડાપ્રધાન પદનાં શપથ ગ્રહણ કરશે તે પહેલા અમિત શાહ અને વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. આ પહેલા 28 મેના રોજ મોદી વારાણસી જશે.
વડાપ્રધાન પદના શપથ પહેલા મોદી માતા હીરાબાનાં આશીર્વાદ લઈ સકે છે. અમિત શાહ પણ જંગી મતોથી જીત્યા બાદ ગુજરાત આવી શકે છે.
મહત્વનું છે કે કેબિનેટ મીટિંગ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement