શોધખોળ કરો

રોહિત શેટ્ટીના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ, સુરક્ષા વધારાઇ, ફોરેન્સિક ટીમ પહોંચી

સિંઘમ ફેમ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર પાંચ રાઉન્ડ ગોળીબાર થયો. તેમના ઘરની બહાર પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.

જાણીતા બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સનસનાટીભર્યા ઘટના બાદ, રોહિત શેટ્ટીના જુહુ ટાવરની આસપાસ ભારે પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ હાલમાં આ કેસની ખૂબ  તપાસ કરી રહી છે. 

પોલીસે FIR નોંધી

મુંબઈ પોલીસે BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા માટે 12 ટીમો બનાવી છે.

શનિવારે મધ્યરાત્રિએ ગોળીબાર થયો હતો.

 રોહિત શેટ્ટી મુંબઈના જુહુ વિસ્તારમાં રહે છે. તેમના મકાન પર શનિવારે મધ્યરાત્રિએ ગોળીબાર થયો હતો. જુહુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, સદનસીબે, કોઈને ઈજા થઈ ન હતી. ઘટનાને ગંભીરતાથી લેતા, મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. રોહિત શેટ્ટીના ઘરની બહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ વાહનો અને બેરિકેડ્સ જોવા મળી રહ્યા છે.

સલમાન ખાનના ઘરે પણ ગોળીબાર થયો હતોછે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે અગાઉ અભિનેતા સલમાન ખાનના ઘરે પણ આવા જ ગોળીબાર કરીને આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.  પોલીસ આ  વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને આરોપીઓની શોધ કરી રહી છે. હાલમાં હુમલાનો હેતુ અને તમામ સંભવિત ખૂણાઓની તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાની માહિતી મળતાં, મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ઝોનલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફોરેન્સિક ટીમોએ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. 

પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ માહિતી આપી

મુંબઈ પોલીસ કમિશનરે  જાણકારી આપી કે, "ઈમારત પર ગોળીબાર થયો છે. અમે તમામ સંભવિત પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. અજાણ્યા હુમલાખોરોની શક્ય તેટલી વહેલી તકે ઓળખ કરવામાં આવશે."

રોહિત શેટ્ટીની ફિલ્મો

રોહિત શેટ્ટી એક લોકપ્રિય ફિલ્મ નિર્માતા છે. તેમની ફિલ્મો ખૂબ જ પ્રશંસનીય છે. તેઓ તેમની એક્શન અને કોમેડી ફિલ્મો માટે જાણીતા છે. તેઓ તેમની ફિલ્મોમાં કારને હવામાં ઉડાવવા માટે પણ જાણીતા છે.રોહિત શેટ્ટીની ફિલ્મોની વાત કરીએ તો, આ યાદીમાં સિંઘમ, સિંઘમ અગેન, ગોલમાલ, સિમ્બા, સિંઘમ રિટર્ન્સ, ચેન્નાઈ એક્સપ્રેસ, ગોલમાલ અગેન, દિલવાલે, ગોલમાલ 3 અને ગોલમાલ 4 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

જુહુ વિસ્તાર નજીકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસ સમગ્ર વિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. હાલમાં, આ બાબતે રોહિત શેટ્ટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
Embed widget