અક્ષય કુમારે આસામના ઉલ્ફા આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા જવાન નરપત સિંહના પરિવારને 9 લાખ રૂપિયાની મદદ કરી છે. શુક્રવારે અક્ષયે શહીદના ઘરે ફોન કર્યો હતો અને શહીદની પત્ની સાથે વાત કરીને તેમને સાંત્વન આપ્યું હતું. શહીદના ભાઈ આઈદાન સિંહ તથા ભોમસિંહે આ જાણકારી આપી છે.
2/6
એન્કાઉન્ટરમાં એક ગોળી તેમના ખભા પર વાગી હતી. આતંકવાદીઓએ રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (આરપીજી) છોડતાં તેના ટુકડા તેમના શરીરમાં ઘૂસી ગયા. આતંકવાદીઓ ગાઢ ધુમ્મસ અને જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. નરપતને પ્રાથમિક સારવાર આપી પ્લેન દ્વારા મિલિટ્રી હોસ્પિટલ લવાયા વધુ લોહી વહી જવાના કારણે તેઓ રસ્તામાં જ શહીદ થયા.
3/6
નરપત સિંહ 19 નવેમ્બરે સવારે આસામમાં તિનસુકિયાના પેનગિરી એરિયામાં એડમ ડ્યૂટી માટે ગાડીઓ લઈને બટાલિયાન એરિયા જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કરી આઈઈડી બ્લાસ્ટ કર્યા હતા. ત્યાર બાદ આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. નરપત સિંહે પોતાની જીપ ભગાવી અને જવાબી ફાયરિંગ કર્યું.
4/6
શુક્રવારે અક્ષય કુમારે શહીદના ભાઈ આઈદાન સિંહને ફોન કર્યો હતો. તેઓએ આઈદાન સિંહ અને શહીદની પત્ની સાથે વાત કરી. અક્ષયે તેમને મદદ કરી અને ખાતરી આપી કે ભવિષ્યમાં પણ હું આપના પરિવાર સાથે સંપર્કમાં રહીશ. અક્ષયે કહ્યું કે અમે રીલ લાઈફના હીરો છીએ પરંતુ નરપત સિંહજી જેવા શહીદ ખરેખર રીયલ લાઈફના હીરો છે.
5/6
જેસલમેરઃ આપણા અભિનેતાઓ ફિલ્મના પડદે દેશભક્તિની મોટી મોટી વાતો કરતા હોય છે પણ રીયલ લાઈફમાં એ રીતે વર્તતા નથી. અભિનેતા અક્ષય કુમાર વાસ્તવિક જીવનમાં પણ હીરો સાબિત થયો છે. અક્ષયે એક શહીદ જવાનની પત્નિને ફોન કરીને સાંત્વના આપી અને 9 લાખ રૂપિયાની મદદ પણ કરી.
6/6
શહીદ જવાન નરપતસિંહની પત્નિ ભંવર કંવર ઘરનું કામ કરવા ઉપરાંત બાળકોના ભણતરનું ધ્યાન રાખે છે. શહીદના 4 બાળકો છે જેમાં 1 દીકરો અને 3 દીકરીઓ છે. દીકરો ફૂલ સિંહ એક ખાનગી શાળામાં ભણે છે. શહીદના વૃદ્ધ પિતા સવાઈ સિંહ અને કાકા તનેસિંહ આર્મીથી નિવૃત્ત થયા છે. કાકા દલપત સિંહે 10 ગાર્ડ ભારતીય સેના માટે સેવાઓ આપી હતી.