હોલીવુડમાં કામ કરતા આ ગુજરાતી એક્ટરે ગે હોવાનું કર્યું એલાન, છેલ્લાં 11 વર્ષથી કોની સાથે છે સજાતિય સંબંધ ?
હોલિવૂડમાં કામ કરતો ફેમસ ગુજરાતી એક્ટર કાલ પેનએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં ગે હોવાનો ખુલાસો કર્યાં છે.
હોલિવૂડમાં કામ કરતો ફેમસ ગુજરાતી એક્ટર કાલ પેનએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં ગે હોવાનો ખુલાસો કર્યાં છે.
અભિનેતા કાલ પેન, જે હેરોલ્ડ અને કુમાર ફિલ્મ શ્રેણી અને સિટકોમ સનીસાઇડ જેવી કોમેડી ફિલ્મ સીરિઝમાં અભિનય કરવા માટે જાણીતા છે, તેમની સંસ્મરણો યુ કેન્ટ બી સિરીયસ રિલીઝ માટે તૈયાર છે. આ સમયે તેમણે સમલૈગિકતા સંદર્ભે એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ગુજરાતી એક્ટર કોણ છે અને શું છે તેની કહાણી જાણીએ.
કાલે તેમના પુસ્તકના પ્રકાશન પહેલા, CBS સન્ડે મોર્નિંગ સાથેના એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, તે ગે છે અને તેમના સાથી મિત્ર જોશ સાથે છેલ્લા 11 વર્ષથી રિલિશનશિપમાં છે.
કાલે એક ઇન્ટરવ્યુ દરમિયાન અનેક હૃદયસ્પર્શી વાતો કરી હતી. તેમણે તેમના જોશ સાથેના 11 વર્ષના રિલેશનશિપની સાથે તેમની અભિનય દુનિયાની યાત્રા અને ઓબામા વહીવટીતંત્ર સાથે કામ કરવાનો અનુભવોની સાથે કેટલી રસપ્રદ અન્ય વાતો પણ શેર કરી હતી.
કાલે જણાવ્યું હતું કે, “ હું અને જોશ છેલ્લા 11 વર્ષથી સાથે જ રહીએ છીએ, અને આ સંસ્મરણોને પુસ્તકમાં સારી રીતે વર્ણવ્યાં છે, આ ઓક્ટોબરે 11મી એનિવર્સરી છે. તો હું તેના વિશે લખી રહ્યો છું. કારણ કે આવા સંબંધો પણ આપણી જિંદગીનો એક હિસ્સો છે. હું એક ઇન્ડિયન માઇગ્રેન્ટનો દીકરો છું અને આ સ્થિતિમાં મારી એક્ટર બનાવાનો નિર્ણય મારા ફેમિલમાં અને કમ્યુનિટીમાં હડકંપ મચાવનારો હતો”.
લોસ એજલ્સમાં સ્થાયી થયા બાદ તેમણે રોલ્ડ અને કુમાર ફિલ્મ શ્રેણી અને સિટકોમ સનીસાઇડ જેવી કોમેડીમાં અભિનય કર્યો. કાલનો આ અભિનયનો સફર તેના કો-સ્ટાર જોશ સાથે શરૂ થયો હતો. આ તમામ પ્રોજેક્ટ સફળ થતાં તે એક બેસ્ટ કોમેડિયન એક્ટ્રર તરીકે નામના મળેવવામાં સફળ રહ્યો.
કાલે જણાવ્યું કે, “જોશ સાથે તેમની મુલાકાત વોશિગ્ટન ડીસીમાં કામ દરિયાન જ થઇ હતી. મને મારી સેક્યુઅલ રિયાલિટીની જાણ બહુ લાંબા સમય બાદ થઇ. Pa ksકેટલાક લોકો સાથે મારી સરખામણી કર્યાં બાદ મારી સેક્યુઅલ રિયાલિટી સામે આવી જો કે હું મારી સેક્યુઅલ રિયાલિટી અને જોશ સાથેના મારા સંબંઘથી ખૂબ જ ખુશ છું અને તેના સમાજ સામે આ પુસ્તકથી શેર કરવા માટે હું ઉત્સુક હતો. હું આ વાસ્તવિકતાથી બિલકુલ શરમ નથી અનુભવતો”
કોણ છે કાલ પેન્ન ?
કાલ પેન્નનો જન્મ 23 એપ્રિલ 1977માં થયો હતો. તેમના પિતા સુરેશ મોદી મૂળ ખેડાના વતની અને માતા અસ્મિતા ભટ્ટ વડોદરાના નિવાસી હતા. માતા તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. કાલ પેન્નનું મૂળ નામ કલ્પેશ સુરેશ મોદી છે. તેમણે બરાક ઓબાની ટીમમાં પણ કાર્ય કર્યું હતું અને ત્યારબાદ એક્ટિંગની દુનિયામાં ઝપલાવ્યું અને કુમાર ફિલ્મ શ્રેણી અને સિટકોમ સનીસાઇડ જેવી કોમેડીમાં અભિનય કરીને હોલિવૂડની દુનિયામાં સફળ કોમેડિયન એક્ટર તરીકેનું ઓળખ બનાવી.