Robbie Coltrane Death: હેરી પોટર ફેમ રોબ્બી કોલેટ્રેનનું નિધન, લાંબી બીમારી બાદ દુનિયાને કહી ગયા અલવિદા
Robbie Coltrane Died: હોલીવુડના દિગ્ગજ કલાકાર રોબી કોલટ્રેનનું નિધન થયું છે. હેરી પોટર ફેમ રોબી કોલટ્રેને 72 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે
Robbie Coltrane Passed Away: હોલીવુડની સુપરહિટ ફિલ્મ હેરી પોટર અને તેના પાત્રોને કોણ ભૂલી શકે. આ આઇકોનિક ફિલ્મમાં રુબસ હેગ્રીડની ભૂમિકા ભજવનાર હોલીવુડ સુપરસ્ટાર રોબી કોલટ્રેનનું અવસાન થયું છે. રોબી કોલટ્રેને 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. રોબી કોલટ્રેનના અવસાનથી મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Scottish actor Robbie Coltrane, who played the half-giant Hagrid in the 'Harry Potter' movies and a forensic psychologist on the TV series 'Cracker', dies at the age of 72, reports The Associated Press pic.twitter.com/BC4RknZmLQ
— ANI (@ANI) October 14, 2022
Scottish actor Robbie Coltrane, who played the half-giant Hagrid in the 'Harry Potter' movies and a forensic psychologist on the TV series 'Cracker', dies at the age of 72, reports The Associated Press pic.twitter.com/BC4RknZmLQ
— ANI (@ANI) October 14, 2022
Robbie Coltrane nailed the character of Hagrid, I always read the character from the book in his voice. Ahh I’m gonna miss him bro. pic.twitter.com/ClzpSW6mfW
— brenton (@dcuverse) October 14, 2022
રોબી કોલટ્રેને લીધા અંતિમ શ્વાસ
રોબી કોલટ્રેન છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. 14 ઓક્ટોબરના રોજ, રોબી કોલટ્રેનનું સ્કોટલેન્ડના લાર્બર્ટમાં તેમના ઘરની નજીકની હોસ્પિટલમાં નિધન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રોબી કોલટ્રેનની તબિયત બે-ત્રણ દિવસથી ખરાબ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં ડોક્ટરની દેખરેખ હેઠળ રોબી કોલટ્રેનને સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ શુક્રવારે જીવન અને મૃત્યુના સંઘર્ષ વચ્ચે રોબી જિંદગી હારી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું.
Robbie Coltrane, el actor del legendario Hagrid en Harry Potter, ha fallecido hoy a los 72 años.
— Geek Zone 🍿 #SheHulk #BlackAdam (@GeekZoneGZ) October 14, 2022
Descanse en paz ❤ pic.twitter.com/3esy0RJ1ZF
રોબી કોલટ્રેનના નિધનથી હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. હેરી પોટર ફિલ્મમાં રોબી કોલટ્રેન દ્વારા ભજવાયેલ હેગ્રીડનું પાત્ર ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું. દર્શકોને આ પાત્ર ઘણું પસંદ આવ્યું હતું. આ સાથે, વિવેચકોએ પણ રોબી કોલટ્રેનની અદભૂત અભિનયની પ્રશંસા કરી હતી.
રોબી કોલટ્રેનને આ ફિલ્મો માટે યાદ કરવામાં આવશે
માત્ર હેરી પોટર જ નહીં, પરંતુ આવી ઘણી ફિલ્મો અને ટીવી શ્રેણીઓ હતી, જેમાં રોબી કોલટ્રેને તેના શાનદાર અભિનયનો પરિચય આપ્યો હતો. હેરી પોટર ઉપરાંત, રોબી કોલટ્રેને જેમ્સ બોન્ડ (ગોલ્ડન આઈ), નેશનલ ટ્રેઝરી અને ટીવી શો ક્રેકરમાં સારી રીતે કામ કર્યું. તેના તમામ ચાહકો સોશિયલ મીડિયા પર રોબી કોલટ્રેનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરી રહ્યા છે.