Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ગેરકાયદેસર દબાણ કરનાર વેપારીઓ સહિત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને મળ્યો પોલીસ ઈંસ્પેક્ટરનો સિંઘમના રૂપનો પરચો. જી હા 2 દિવસ પહેલા બંગડી બજારમાં કીર્તિ મંદિર પોલીસે વેપારીઓને દુકાન બહાર બોર્ડ કે માલસામાન ન રાખવા માટે સૂચના આપી હતી. તેમ છતા વેપારીઓએ સૂચનાનું પાલન ન કરતા બુધવારે સાંજે પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. અને ટ્રાફિકને નડતર રૂપ લોખંડની જારી એટલેકે લોખંડના એંગલ સહિતનો સામાન જપ્ત કરી લીધો હતો. જેને લઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વેપારીઓ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે ટ્રાફિકને અડચણરૂપ દબાણો કોઈ પણ હાલમાં દૂર કરવાના મક્કમ નિર્ધાર સાથે પોલીસ ઈંસ્પેક્ટરે રોકડું સંભળાવી દીધું ..એટલું જ નહીં પીઆઈએ તો અહી સુધી કઈ દીધું કે નાગાલેન્ડ બદલી કરાવો કે મણીપૂર...દબાણ તો હટશે જ.
















