શોધખોળ કરો
Advertisement
ભાઈ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બહેન પર તુટી પડ્યો દુખનો પહાડ, રડીને રડીને થઈ આવી હાલત, જુઓ તસવીરો
સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કપૂર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની બહેન પણ જોવા મળી હતી. સુશાંતના મોતના સમાચાર સાંભળતાં લોકો સ્તબ્ધ થઈ ગયા
હિન્દી સિનેમામાં ઉભરતા કલાકાર સુશાંત સિંહ રાજપુત હવે આપણી વચ્ચે રહ્યાં નથી. તેણે બાંદ્રા પોતાના ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોતના સમાચાર સાંભળતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સુશાંતની બહેન નીતૂ સિંહ પણ પોતાના ભાઈના મોતથી આઘાત લાગ્યો છે.
સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કપૂર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની બહેન પણ જોવા મળી હતી. તે સમયે તેની સાથે પ્રોડ્યુસર અને તેના મિત્રો સંદીપ સિંહ પણ હાજર હતાં.
સુત્રો પ્રમાણે, સુશાંત સિંહની જ્યારથી તબિયત ખરાબ હતી ત્યારથી તેની બહેન નીતૂ તેની દેખરેખ માટે મુંબઈમાં જ રહે છે. હવે જ્યારે સુશાંતે દુનિયા જ છોડી દીધી તો તેની બહેનને હાલ મોટો આઘાત લાગ્યો છે.
મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું મૃત્યુ ફાંસી ખાઈને થયું છે. પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ કહેશે. તેમણે એ પણ કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
સુશાંત સિંહ રાજપુતના પરિવારના આધાર તેમની ટીમે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, આ કહેતા દુખ થાય છે કે સુશાંત સિંહ રાજપુત આપણી વચ્ચે રહ્યાં નથી. અમે તેના ચાહકોને પ્રાર્થના કરીએ છીએ કે તેને પોતાના વિચારોમાં રાખો અને તેની લાઈફ અને કામને સેલિબ્રેટ કરો. અમે મીડિયાને પ્રાર્થના કરીએ છીએ કે, આ દુખની ઘડીમાં પ્રાઈવેસી બનાવવી રાખવા માટે અમારી મદદ કરો.
સુશાંત સિંહ રાજપૂતનો 21 જાન્યુઆરી 1986ના રોજ બિહારના નાના ગામ મલ્ડીહામાં જન્મ થયો હતો. સુશાંત ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. તેની એક બહેન અને માતાનું પહેલા જ નિધન થઈ ગયું છે. સુશાંતના પિતા પટનામાં રહેતા હતાં અને આ સમાચાર સાંભળતાં જ તેઓને મોટો આઘાત લાગ્યો હતો.
34 વર્ષના સુશાંત સિંહ રાજપૂતે નાના પડદાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી મોટી ઓળખ બનાવી હતી.
ત્યાર બાદ સુશાંતે ફિલ્મોમાં એન્ટ્રી કરી અને ‘કાઈપો છે’થી પોતાનું ડેબ્યૂ કર્યું. ફિલ્મ સફળ ગઈ હતી. પોતાના સાત વર્ષના કરિયરમાં તેણે 11 ફિલ્મોમાં કામ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement