શોધખોળ કરો
Advertisement
વરુણ ધવનની આગામી ફિલ્મ 'મિસ્ટર લેલે'નો ફર્સ્ટ લુક રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ
વરૂણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા વરૂણ ધવની આગામી ફિલ્મ 'મિસ્ટર લેલે'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ડાયરેક્ટર કરન જોહન, શશાંક ખૈતાન અને વરૂણ ધવન ફરી એક વખત સાથે કામ કરતા જોવા મળશે. કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન વરૂણની ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મ 2021માં 1 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. વરૂણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. હાલ આ ફિલ્મ વિશે વધારે કોઈ માહિતી સામે નથી આવી.
2014માં આવેલ ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા' અને 2017માં આવેલ ફિલ્મ 'બદરીનાથ કી દુલ્હનીયા' માં તે દુલ્હન શોધી રહ્યો હતો પરંતુ આ ફિલ્મમાં તે દુલ્હન શોધવામાં નહીં લાગ્યો હોય. આ ફિલ્મ 2021માં 1 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. હાલ તો વરુણ ધવન તેની અપકમિંગ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય તે 'કુલી નંબર 1' ફિલ્મમાં સારા અલી ખાન સાથે જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement