શોધખોળ કરો
Advertisement
આ જાણીતી એક્ટ્રેસે કર્યો ધડાકો, કહ્યું- ડ્રગ્સ આપીને કરવામાં આવ્યું હતું શારીરિક શોષણ
કૈમિલાએ કહ્યું કે, ટૈટૂ તેને યાદ અપાવે છે કે તેની સાથે સાથે તેણે પોતાની આસપાસનાં વાતાવરણને પણ મજબૂત બનાવવાનું છે.
નવી દિલ્હીઃ છેલ્લાં ઘણાં વર્ષમાં અનેક એક્ટ્રેસે જાતીય શોષણ સાથે જોડાયેલ ઘટનાઓ મીડિયાની સામે રાખી ચૂકી છે. એવામાં આ યાદીમાં વધુ એક એક્ટ્રેસનું નામ જોડાઈ ગયું છે. આ એક્ટ્રેસે પોતાના કોલેજના સમયની ભયાનક ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કેવી રીતે તેનું જાતીય શોષણ થયું હતું.
એક રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસે કૉલેજનાં જુના દિવસોને યાદ કરતા કહ્યું કે, “કૉલેજમાં પહેલું વર્ષ ઘણું મુશ્કેલ હતુ. મે ઘણા મુશ્કેલ અનુભવ કર્યા. એક વ્યક્તિએ મને ડ્રગ્સ આપીને મારું શારીરિક શોષણ કર્યું.” જો કે આ મામલે તેણે વધારે માહિતી ના આપતા કહ્યું કે, ત્યારથી તેણે એ નક્કી કરી લીધું કે તે ખુદને સુરક્ષિત અને કમ્ફર્ટેબલ કરવા માટે જિંદગીમાં બધુ જ કરશે. આ ઘટના બાદ તેણે પોતાની પીઠ પર ટૈટૂ બનાવડાવ્યું. આ ટૈટૂમાં લખ્યું હતુ કે, ‘To Build A Home.’
કૈમિલાએ કહ્યું કે, ટૈટૂ તેને યાદ અપાવે છે કે તેની સાથે સાથે તેણે પોતાની આસપાસનાં વાતાવરણને પણ મજબૂત બનાવવાનું છે. કૈમિલાનું કહેવું છે કે તે પોતાના ફેન્સ માટે રૉલ મૉડલ બનવા માંગે છે. તે ખાવાની આદતનાં કારણે તેની સાથે જોડાયેલા ડિસઑર્ડર અને તેમાં સુધારાની જાગૃતતા ફેલાવવા ઇચ્છે છે. આ એવી જાગૃતતા છે જેની તેને પોતાના કૉલેજનાં દિવસોમાં ઘણી જરૂર હતી.
કૈમિલાનું કહેવું છે કે, હું એક એવી ડીનએજર હતી જેની પાસે બોડી અને પોઝિટિવિટીના મામલે કોઈ રોલ મોડલ ન હતું. એ સમયે તેના વિશે કોઈ વાત કરતું ન હતું. ત્યારે દુબળું હોવું વધારે પસંદ કરવામાં આવતું હતું. કૈમિલાએ કહ્યું કે, સારું સ્વાસ્થ્ય વધારે જરૂરી છે. ન કે તમે કેવા દેખાવ છો. આપણે એવી વસ્તુ પસંદ કરવી જોઈએ જે આપણા માટે યોગ્ય હોય, આપણા શરીરને અનુકૂળ હોય, આપણી આત્મા અને દિમાગ માટે યોગ્ય હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement