શોધખોળ કરો
દિશા પટનીનો જિમ વર્કઆઉટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
દિશા પટનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ: ફિલ્મ એમ.એસ, ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી દિશા પટનીએ 2016માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. દિશાએ પોતાના અભિનય અને હોટ લુક્સથી લાખોના દિલ જીત્યા છે. આ પહેલા દિશા બાગી 2માં ટાઈગર શ્રોફની સાથે જોવા મળી હતી. દિશા પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્સરસાઈઝનો વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં દિશા વેટલિફ્ટિંગ કરતી જોવા મળે છે. દિશા પોતાનો વધારે સમય જિમમાં પસાર કરે છે. દિશા પોતાની ફિટનેસને લઈને સજાગ છે. એક્ટ્રેસ અવાર-નવાર પોતાના જિમ લૂકની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ટાઈગર શ્રોફ સાથેના સંબંધોને લઈને પણ દિશા ચર્ચામાં રહે છે.
ટાઈગર અને દિશાની જોડીને ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. બંને ઘણીવાર સાથે પરદા પર નજર આવી ચૂક્યા છે. દિશા પટની હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. દિશા આગામી ફિલ્મ મલંગમાં જોવા મળશે.View this post on Instagram
View this post on Instagram





















