(Source: ECI/ABP News/ABP Majha)
સામંથા-નાગા ચૈતન્યના તલાકના ફેંસલા પર કંગનાએ કયા સુપરસ્ટારને ગણાવ્યો દોષી, તેના વિશે શું લખી પૉસ્ટ, જાણો
તાજેતરમાં જ સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરતા પોતાના તલાકને લઇને ફેન્સને જાણકારી આપી છે.
મુંબઇઃ તાજેતરમાં જ એવા રિપોર્ટ સામે આવી રહ્યાં જેમાં કહેવામા આવી રહ્યુ છે કે નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને સામંથા અક્કિનેની (Samantha Akkineni) જલદી તલાક લેવીની જાહેરાત કરી શકે છે. વળી, હવે સામંથાએ ખુદ આના પર મહોર મારી દીધી છે. હમણાં તાજેતરમાં જ સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરતા પોતાના તલાકને લઇને ફેન્સને જાણકારી આપી છે. બન્નેએ અલગ થવાનો ફેંસલો કરી લીધો છે. આ મામલામાં એક્ટ્રેસ કંગના રનૌતે પણ મોટુ નિવેદન આપ્યુ છે.
કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં એક પૉસ્ટ લખી અને બૉલીવુડ સુપરસ્ટાર પર જોરદાર નિશાન સાધ્યુ. કંગનાએ લખ્યું- બૉલીવુડના એક તલાક એક્સપર્ટના કારણે બન્નેના તલાક થયા છે. કંગનાએ આગળ લખ્યુ- જ્યારે તલાક થાય છે તો ભૂલ હંમેશા પુરુષોની જ હોય છે, એ કહેવુ તમને રૂઢીવાદી કે બહુજ વધારે જજમેન્ટલ લાગી શકે છે પરંતુ આ રીતે જ ભગવાને પુરુષો અને મહિલાઓને બનાવ્યા છે. આ પ્રકારના લોકો પર દયા કરવાની બંધ કરી દો જે મહિલાઓને કપડાંની જેમ બદલે છે અને પછી તેમને પોતાના સૌથી સારા દોસ્ત બતાવે છે. આવામાં સોમાંથી એક મહિલા ખોટી હોઇ શકે છે બધી નહીં.
આ રીતે આમિરખાનનુ જોડાયુ નામ-
કંગનાએ કહ્યું- ધિક્કાર છે એવા લોકો પર જેમને મીડિયા અને તેના ફેન્સની તરફથી પ્રોત્સાહન મળે છે. તે તેમની પ્રસંશા કરે છે અને મહિલાઓને જજ કરે છે. તલાકની સંસ્કૃતિ પહેલાથી વધારે વધી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે કંગનાએ જે સુપરસ્ટારને મેન્શન કર્યો છે, તે આમિર ખાન જ છે. ખરેખરમાં, તાજેતરમાંજ આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવથી તલાક લીધા છે. આ ઉપરાંત તે કેટલાક દિવસો પહેલા જ નાગાર્જૂન અને તેની ફેમિલીને પણ મળવા ગયો હતો. કંગના ઉપરાંત કેટલાય સેલેબ્સે આ કપલના તલાક પર પોતાનુ રિએક્શન આપ્યુ છે.
સામંથાએ આપી તલાક વિશેની જાણકારી-
સામંથાએ સોશ્યલ મીડિયા પર પોતાની તલાકની જાણકારી આપી, તેને લખ્યું- અમારા બધા શુભચિંતકો માટે, બહુ જ વિચાર્યા બાદ મે અને ચૈતન્યએ અલગ થવાનો ફેંસલો કર્યો છે. અમે બહુ જ લકી છીએ કે અમે દસ વર્ષોથી દોસ્ત છીએ જે અમારા બન્નેના રિલેશનશીપનો આધાર હતો, અમારા વચ્ચે દોસ્તી હંમેશા રહેશે.