બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસના લગ્નજીવનમાં તકરાર ? સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસે પતિને લઇને શું કરતા થવા લાગી ચર્ચા.......
સામંથા અક્કિનેની જાણીતા એક્ટર નાગા ચૈતન્યની પત્ની છે. તાજેતરમાં જ સામંથા અક્કિનેનીએ સોશ્યલ મીડિયા પર પોતાના નામની પાછળ લાગેલુ અક્કિનેની હટાવી લીધુ છે.
મુંબઇઃ વર્ષ 2021માં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય જોડીઓ એકબીજાથી અલગ થઇ ગઇ છે. આમાં કેટલાક નામો તો ચોંકાનારા પણ છે. જ્યારે કપલ્સ વર્ષો સુધી સાથે રહ્યા બાદ અચાનક પોતાના સંબંધો પુરા કરી દે છે તો બધા વિચારતા થઇ જાય છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ નામ જોડાઇ શકે છે, કેમકે સોશ્યલ મીડિયા પર હાલ સાઉથની હૉટ એક્ટ્રેસ અને બૉલીવુડમાં ધમાલ મચાવનારી સામંથા અક્કિનેનીને લઇને ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સામંથા અક્કિનેની જાણીતા એક્ટર નાગા ચૈતન્યની પત્ની છે. તાજેતરમાં જ સામંથા અક્કિનેનીએ સોશ્યલ મીડિયા પર પોતાના નામની પાછળ લાગેલુ અક્કિનેની હટાવી લીધુ છે.
સામંથાએ સોશ્યલ મીડિયા પરથી હટાવી લીધી પતિની અટક-
ખરેખરમાં, શુક્રવારે જ્યારે સામંથાના ફેન્સ ચોંકી ગયા, જ્યારે તેને પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના સામંથા અક્કિનેની હટાવીને ફક્ત 'S' કરી લીધુ. સામંથાનુ આવુ કરવા પાછળનુ કારણ હજુ સુધી સામે નથી આવ્યુ, પરંતુ તેના આ પગલાથી એ અંદાજો જરૂરી લગાવવામાં આવી રહ્યો છે કે સામંથા અને નાગા ચૈતન્યના લગ્નજીવનમાં કદાચ કંઇક ખટપટ ચાલી રહી છે.
બન્નેના લગ્ન વર્ષ 2017માં થયા હતા-
વાત કરીએ સામંથા અને ચૈતન્યની લવ સ્ટૉરીની તો આ બન્નેની કેમેસ્ટ્રીએ હંમેશાથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે. બન્નેના લગ્ન વર્ષ 2017 માં ગોવામાં થયા હતા, લગ્ન પહેલા બન્નેએ એકબીજાને કેટલાક વર્ષો સુધી ડેટ પણ કર્યુ હતુ.
આ ફિલ્મમાં દેખાશે-
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા હાલમાં જ મનોજ વાજપેયીની વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન 2'માં દેખાઇ હતી. જેમાં તેની એક્ટિંગની ખુબ પ્રસંશા થઇ હતી. સામંથાએ આમાં દમદાર ભૂમિકા નિભાવી હતી. હવે સામંથા બહુ જલ્દી વિજય સેતુપતિ અને નયનતારાની સાથે તામિલ ફિલ્મ 'કાથૂ વાકુલા રેન્ડુ કાધલ'માં દેખાશે. સામંથા અક્કિનેની જાણીતા એક્ટર નાગા ચૈતન્યની પત્ની છે.