બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીતમાં સારાએ કહ્યું કે, તે ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળી ફિલ્મોમાં કામ કરવા માગે છે. તેણે કહ્યું, કોઈ પીરિયર ફિલ્મમાં સંજય લીલા ભણસાળીની સાતે કામ કરવાની તક મળે તો એ મારા માટે સપનું પૂરું થવા જેવું હશે. મને સાંસ્કૃતિક અને સામાજિક ઈતિહાસ ખૂબ જ પસંદ છે. આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે અને મુગલ કાળ, વૈદિક કાળ અને ભારતીય મંદિરો વિશે જાણવું અને વાંચવું મને સારું લાગે છે.
2/3
નવી દિલ્હીઃ સારા અલી ખાનની હાલમાં જ એક ફિલ્મ રિલીઝ થઈ છે, પરંતુ તેના સપના ઘણાં ઉંચા છે અને તે ઉંચી ઉડાન ભરવા માગે છે. કારકિર્દીની શરૂઆતમાં તેણે અભિષેક કપૂર, રોહિત શેટ્ટી અને કરણ જૌહર જેવા મોટા ફિલ્મમેકર્સ સાથે કામ કરવાની તક મળી છે.
3/3
જોકે હાલમાં સારાની એક ઇચ્છા છે કે તે સંજય લીલા ભણસાળી સાથે કામ કરવા માગે છે. ભણસાળી પીરિયડ ફિલ્મો માટે જાણીતા છે. ઐતિહાસિક ભૂમિકાને તેણે કેટલા પર્ફેક્શન સાથે ફિલ્મી પડતે ઉતારી છે, તે બધાએ જોયું છે અને સારા તેનાથી જ પ્રભાવિત છે.