શોધખોળ કરો
Advertisement
રણબીર કપૂર સાથે ન્યૂ યર વેકેશન માણી રહી છે આલિયા ભટ્ટ, તસવીર આવી સામે
નવા વર્ષના અવસર પર રણબીર અને આલિયા જ નહીં પણ બોલિવૂડના અનેક સ્ટાર્સ હાલમાં દેશ અને વિદેશમાં વેકેશન માણી રહ્યાં છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં ન્યૂ યર વેકેશન માણી રહ્યાં છે. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે રણબીર અને અયાન મુખર્જી સાથે નજર આવી રહી છે. અયાન ખુદ સેલ્ફી લેતો નજરે પડી રહ્યો છે. જ્યારે આલિયા રણબીર સાથે નજર આવી રહી છે.
આલિયા તસ્વીર શેર કરીને લખ્યું કે, “સૌથી સાર યુવકો (અને સારી યુવતી).” આલિયા અને રણબીરના ફેન્સ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યાં છે. માત્ર ત્રણ કલાકમાં જ ફોટોને ઇન્સ્ટા પર 15 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને ફેન્સે હજારો કમેન્ટ પણ કરી છે.
ઉલ્લેખનીય છે, નવા વર્ષના અવસર પર રણબીર અને આલિયા જ નહીં પણ બોલિવૂડના અનેક સ્ટાર્સ હાલમાં દેશ અને વિદેશમાં વેકેશન માણી રહ્યાં છે. ભૂમિ પેડનેકરની પણ કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તે પરિવાર સાથે રજા ગાળી રહી છે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion