શોધખોળ કરો
હવે આ ખેલાડી પર બનશે બાયૉપિક, આલિયા ભટ્ટ કરશે મુખ્ય રૉલ

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ સિલ્વર સ્ક્રિન પર અરુણિમા સિન્હાનુ પાત્ર જીવંત કરવા જઇ રહી છે. બૉલીવુડમાં આજકાલ બાયૉપિક ફિલ્મોની હોડ લાગી છે. આ ફિલ્મ ખેલાડી અરુણિમા સિન્હા પર બની રહી છે અને આલિયા તેમાં રૉલ કરવાની છે. ઉલ્લેખનીય છે કે, અરુણિમા સિન્હા એક નેશનલ વૉલીબૉલ પ્લેયર હતી, જે કેટલાક લૂંટારુઓ સાથે લડતા લડતા ચાલુ ટ્રેનથી પડી ગઇ હતી. આ દૂર્ઘટનામાં અરુણિમા સિન્હાએ પોતાનો પગ ગુમાવ્યો હતો. જોકે, અરુણિમા સિન્હાએ પોતાનો વિશ્વાસ ડગાવ્યો નહીં, અને હિંમતથી એક વર્ષની અંદરજ તે એવરેસ્ટ ચઢનારી પહેલી દિવ્યાંગ મહિલા બની ગઇ હતી.
કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મ 'બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન: અ સ્ટૉરી ઓફ લૂઝિંગ એવરીથિંગ એન્ડ ફાઇન્ડિંગ બેક' નામના પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મને કરણ જોહર અને વિવેક રંગાચારી પ્રૉડ્યૂસ કરશે.It was a delight to interact with @sinha_arunima.
Handed over the Tricolour and wished her the very best as she embarks on an expedition to Mount Vinson, Antarctica. India is proud of Arunima’s accomplishments and her fortitude inspires us all. pic.twitter.com/sj39QvHvH7 — Narendra Modi (@narendramodi) December 12, 2018
When Hardwork is rewarded. I "ll tell you..it feels good! Received Padma Shri. Circa- 30th march 2015 pic.twitter.com/K7MJObf4wG
— Dr. Arunima Sinha (@sinha_arunima) March 30, 2015
વધુ વાંચો





















