શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એક્ટ્રેસે પોતાની માતાની જ ચાકુ મારી કરી હત્યા, પોલીસે કરી ધરપકડ
કેસની તપાસ કરી રહેલ પોલીસે મોલીની નવા વર્ષના પ્રથમ દિવસે જ ધરપકડ કરી જેલ ભેગી કરી છે. પોલીસનું કહેવું છે કે, મોલી પર હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ સુપર હીરો ફિલ્મ ‘કેપ્ટન અમેરિકાઃ ધ ફર્સ્ટ એવેન્જર’માં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ મોલી ફિટ્ઝગેરાલ્ડની તેની માતાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય મોલી પર 20 ડિસેમ્બરે અમેરિકાના કંસાસ પ્રાંતના ઓલથ સ્થિત ઘરમાં માતા પેટ્રિસિયા પિઝગેરાલ્ડ (68)ની ચાકુ મારીને હત્યા કરવાનો આરોપ છે.
કેસની તપાસ કરી રહેલ પોલીસે મોલીની નવા વર્ષના પ્રથમ દિવસે જ ધરપકડ કરી જેલ ભેગી કરી છે. પોલીસનું કહેવું છે કે, મોલી પર હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યાના આ કેસમાં તપાસ ચાલુ છે. સુપરહિટ એવેન્જર સીરીઝની પ્રથમ ફિલ્મ ઉપરાંત મોલી અનેક અન્ય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કેપ્ટન અમેરિકામાં મોલીએ સ્ટાર્ક ગર્લની ભૂમિકા ભજવી હતી.
પોલીસને એક સૂત્ર મોલીની માતા પૈટ્રિશિયા ઇ ફિટ્ઝગેરાલ્ડના ઘરે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની જાણાકારી મળી હતી. જેના પછી તરત જ એક્શન લેતા જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પૈટ્રિશિયાને મૃત હાલતમાં મળી આવી હતી. તેમના શરીર પર છરીના ઘા મળી આવ્યા હતાં. જેના પછી તેમને ઘટનાસ્થળે જ મૃત ઘોષિત કરવામાં આવ્યા.
ત્યાંના લોકલ ન્યૂઝ ચેનલ્સનું માનિએ તો તપાસ બાદ પોલીસે મોલી પર સેકન્ડ ડીગ્રી મર્ડરનો ચાર્જ લગાવ્યો છે અને ધરપકડની સાથે-સાથે તેના પર 500,000 યૂએસ ડોલર્સનો દંડ પણ ફટાકાર્યો છે.
મોલી ફિટ્ઝગેરાલ્ડ ક્રિસ ઇવાંસની ફિલ્મ ‘કેપ્ટન અમેરિકા: ધ ફર્સ્ટ એવેન્જર’ સિવાય પણ ગણી મોટી ફિલ્મોમાં નવજર આવી ચૂકી છે. તેણે ફિલ્મ ડાયરેક્ટર જો જોનસન સાથે આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. ત્યાં જ મોલી ફિટ્ઝગેરાલ્ડ એક સફળ મોડલ પણ રહી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion