શોધખોળ કરો
Advertisement
Amitabh Bachchan Health: અમિતાભ બચ્ચનની તબિયત લથડી, બહુ જલ્દી કરવી પડશે સર્જરી?
બોલિવૂડ અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે, તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. તેમની સર્જરી થશે. તેમણે લખ્યું કે, તે હવે આગળ નહી લખી શકે, બિગ બીનો આ બ્લોગ સામે આવ્યા બાદ ફેન્સની ચિંતા વધી ગઇ છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેમની રૂટીન લાઇફ વિશે ફેન્સને તેઓ જાણકારી આપતા રહે છે. તે દૈનિક અનુભવોને પણ શેર કરે છે. હાલ તેમણે એક બ્લોગમાં એવો ખુલાસો કર્યો છે. જેના કારણે ફેન્સની ચિંતા વધી ગઇ છે. તેમણે લખ્યું છે કે, તેમનું સ્વાસ્થ્ય લથડ્યું છે અને બહુ ઝડપથી સર્જરી કરવી પડશે. બી બિગના આ બ્લોગે ફેન્સી ચિંતા વધારી છે.
અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં માત્ર એક જ લાઇન લખી છે. આ લાઇને તેમના ફેન્સને ચિંતિત કરી દીધા છે. તેમણે બ્લોગમાં લખ્યું છે, ‘મેડિકલ કંડિશન …સર્જરી’, ‘મેં લીખ નહીં શકતા’અમિતાભ બચ્ચને આ બ્લોગ 27 ફેબ્રુઆરીએ લખ્યો છે. બિગ બોસનો આ બ્લોગ જોયા બાદ ફેન્સ ચિંતિત છે.
અનેક ફિલ્મનું ચાલી રહ્યું હતું શૂટિંગ
અમિતાભ બચ્ચનની કઇ પ્રકારની સર્જરી કરવાની છે. તેમને શું તકલીફ થઇ છે. તે મુદ્દે હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી થઇ. તેઓ છેલ્લા કેટલાક દિવસથી અનેક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હતા. કેબીસી ઓફ એર થયા બાદ ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને ચેહરેના શૂટિંગમાં તેઓ વ્યસ્ત હતા. આ બધા વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે.
કોરોના સંક્રમિત થયા હતા
ગત વર્ષ જુલાઇમાં બચ્ચન પરિવાર સંક્રમિત થયો હતો. જેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા,આરાધ્યા અને અભિષેક સંક્રમિત થયા હતા. અમિતાભ બચ્ચને રિકવર થતાં એક મહિના જેટલો સમય લાગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement