શોધખોળ કરો
Advertisement
વધતી ઉંમરથી પરેશાન થયા અમિતાભ બચ્ચન, ફોટો શેર કરીને જણાવ્યું આ દુઃખ
મુંબઈઃ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે તે સૌ કોઈને ખબર જ છે. હાલમાં જ બિગ બીએ તેમની પ્રથમ તમિલ ફિલ્મ 'ઉયર્ન્ધા મનિથન (અર્થ :ઉમદા માણસ)'નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ટ્રેડિશનલ કપડાંમાં અમિતાભ બચ્ચન થાકેલા-પાકેલા લાગી રહ્યા છે. માત્ર કપડાં જ નહિ પરંતુ માથા પર ચંદનનું ત્રિપુંડ તિલક કરેલું પણ દેખાય છે.
76 વર્ષીય અમિતાભ બોલીવુડમાં આવ્યાને 50 વર્ષ થઈ ગયા છે તેમ છતાં તેમનું એનર્જી લેવલ હંમેશા શાનદાર હોય છે. આજે પણ અમિતાભ બોલીવુડના ન્યૂકમર્સને તેમના એનર્જેટિક અંદાજથી ટક્કર આપે છે. હાલ પણ તે ફિલ્મોમાં કામ કરે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ દરમિયાન તેમણે એક ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તેઓ અલગ જ અંદાજમાં જોવા મળે છે. ફોટો શેર કરીને અમિતાભે તેમની વધતી ઉંમર પર પ્રથમ વખત અફસોસ વ્યક્ત કર્યો છે.
બિગ બીએ ફર્સ્ટ લુક શેર કરીને લખ્યું છે કે વધતી ઉંમર સાથે બસ એક જ વાતનો અફસોસ હંમેશાં રહે છે ‘તું’ કહીને બોલાવનારા ઘણા ઓછા થઇ જાય છે. તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. બિગ બી તમિલ ફિલ્મ સિવાય તેલુગુ ફિલ્મ 'સ્યે રા નારાસિમ્હા રેડ્ડી'માં કેમિયો રોલમાં પણ જોવા મળશે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે પણ સૂર્યાએ કહ્યું હતું કે હું બચ્ચન સર સાથે કામ કરવા ઘણા સમયથી ઉત્સુક હતો. હું ખુબ જ ખુશ છુ પણ જયારે તેમની સાથે કામ કરવાની વાત આવે ત્યારે હું નર્વસ પણ થઈ જાઉં છું. ચૂંટણી પ્રચારમાં ‘ઓટો ડ્રાઈવર’ બની બોલિવૂડની આ એક્ટ્રેસ, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી Fake એકાઉન્ટ્સ પર ફેસબુકની ‘સર્જિકલ સ્ટ્રાઈક’, કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલા પેજ હટાવ્યા, આંકડો જાણીને ચોંકી જશો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે બનાવી નવી પાર્ટી, જાણો શું નામ રાખ્યું અમદાવાદમાં યલો એલર્ટ જાહેર, ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, જુઓ વીડિયોT 3137 -" ढलती उम्र के साथ एक चीज़ का अफ़सोस हमेशा रहता है की 'तू' , बुलाने वाले कम होते जाते है।" ~ Ef pic.twitter.com/20bHMqVJs6
— Amitabh Bachchan (@SrBachchan) March 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement