શોધખોળ કરો
એકપછી એક બધી ફિલ્મો હિટ થતાં આ એક્ટરે પોતાની ફી ત્રણ ગણી વધારી દીધી, જાણો વિગતે
રિપોર્ટ પ્રમાણે આયુષ્યમાન ખુરાના પહેલા એડ માટે એક કરોડ રૂપિયા લેતા હતાં, હવે તેને વધારીને 3.5 કરોડ રૂપિયા કરી દીધા છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પોતાની ફીમાં ધરખમ વધારો કરી દીધો છે. આયુષ્યમાને તાજેતરમાં જ એકપછી એક સતત હિટ ફિલ્મો આપી છે, બધાઇ હોથી માંડીને અંધાધૂન અને આર્ટિકલ 15 બૉક્સ ઓફિસ પર સૌથી સક્સેસ સાબિત થઇ હતી. હવે પોતાની ફી વધારીને આયુષ્યમાને ત્રણ ગણી કરી દીધી છે.
કહેવાઇ રહ્યું છે કે, આયુષ્યમાન જાહેરાત-એડ માટે જે ફી લેતો હતો તેને હવે વધારી દીધી છે, આ ફી ત્રણ ગણી કરી દેવાઇ છે. સાથે ફિલ્મ માટે પણ ફી વધારી દીધી છે. હવે આયુષ્યમાન મોંઘા સ્ટારના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.
રિપોર્ટ પ્રમાણે આયુષ્યમાન ખુરાના પહેલા એડ માટે એક કરોડ રૂપિયા લેતા હતાં, હવે તેને વધારીને 3.5 કરોડ રૂપિયા કરી દીધા છે.
નોંધનીય છે કે, એક પછી એક હિટ ફિલ્મો આપીને આયુષ્યમાન હવે મોંઘો સ્ટાર બની ગયો છે, ફિલ્મ મેકર્સ માટે પણ નફાનો સોદો સાબિત થઇ રહ્યો છે. બૉક્સ ઓફિસ પર આયુષ્યમાન હવે બિઝનેસની ગેરન્ટી પણ બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement