જાણીતા રિયાલિટી શો બિગ બોસની 12મી સીઝનની આજે રાતે 9 વાગ્યાથી શરૂઆત થશે. આ વખતે તમામ સ્પર્ધકોમાંથી સૌથી વધારે ચોંકાવનારું નામ ભજન ગાયક અનુપ જલોટાનું છે. તેમને શોના સૌથી શરીફ વ્યક્તિ માનવામાં આવે છે. ભજન સમ્રાટને શોમાં લાવવાનું એક ખાસ કારણ એ પણ છે કે તેમના પર મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે.
2/4
અનુપ જલોટા બિગ બોસમાં સૌથી વધારે ઉંમરના સ્પર્ધક પણ છે. થોડા દિવસો પહેલાં તેમણે કહ્યું કે, બિગ બોસમાં ઘરવાળાની તે મદદ કરી શકે છે. ઘરના તમામ સભ્યો સાથે મસ્તી કરીશ અને તેમને ખુશ રાખીશ. ઉપરાંત તેમને ગીત પણ સંભળાવીશ.
3/4
65 વર્ષીય અનુપ જલોટાને બિગ બોસના ઘરમાં રહેવા માટે દર સપ્તાહે 45 લાખ રૂપિયા મળશે. અનુપ જલોટાનું કરિયર નિર્વિવાદિત રહ્યું છે. તેની પબ્લિક ઈમેજ પણ ઘણી સારી છે. તેથી દર્શકો તેને ઘરમાં જીતાડવા માટે ઉત્સાહ દાખવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
4/4
બોલીવુડ લાઇફના રિપોર્ટ મુજબ બિગ બોસના મેકર્સ આ વખતે શોને ફેમિલી સાથે જોઈ શકાય તેવો બનાવવા માંગતા હતા. તેથી તેમણે તમામ ઉંમરના લોકોને ધ્યાનમાં રાખી અનુપ જલોટાને લાવવાનું પ્લાનિંગ કર્યુ.