શોધખોળ કરો
Advertisement
બિગ બોસમાં આ એક્ટ્રેસે દુષ્કર્મ થયાનો કર્યો હતો ખુલાસો, હવે સગા ભાઈએ જ વાતને ફગાવી દીધી
આરતીએ બિગ બોસમાં જણાવ્યું હતું કે- જ્યારે હું 13 વર્ષની હતી ત્યારે મને ઘરમાં બંધ કરીને મારી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મુંબઈઃ બિગ બોસ 13ની આ સીઝન ખત્મ થઈ ગઈ છે અને સિદ્ધાર્થ શુક્લા આ સીઝનનો વિનર બની ગયો છે. ટોપ 6માં આરતી સિંહ પણ સામેલ હતી. જણાવીએ કે, આરતીએ શોમાં ખુલાસો કર્યો હતો જ્યારે તે નાની હતી ત્યારે એક વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આરતીના ભાઈ કૃષ્માએ આ મામલે નવું નિવેદન આપ્યું છે.
કૃષ્માએ પિંકવિલા સાથે વાત કરતાં આ મામલે કહ્યું, ‘તે ફ્લો ફ્લોમાં વધારે બોલી ગઈ હતી. તેના પર ક્યારેય કોઈએ દુષ્કરમનો પ્રયત્ન કર્યો નથી. આવું થવાનું હતું પરંતુ તે યુવક ભાકી ગયો. એ યુવક પર એફઆઈઆર પણ થઈ હતી, પરંતુ બાદમાં તેની કોઈ જાણકારી મળી નહીં. પોલીસે તેને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મળ્યો નથી.’
કૃષ્ણાએ આગળ કહ્યું કે, ‘આરતી ખૂબ જ સેન્સેટિવ છે અને નાની નાની વાતો પર રિએક્ટ કરે છે. જ્યારે હું તેને શોમાં ચોડવા ગયો હતો ત્યારે મને લાગ્યું ન હતું તે આટલી આગળ વધી જશે. એક મહિના બાદ જ તેને પેનિટ અટેક આવી ગયો હતો. અમે બધા ડરી ગયા હતા કે તે ઠીક ન હતી. તે શોમાંથી ઝડપથી બહાર આવી જશે. પરંતુ તેણે ખૂબ જ સ્ટ્રોંગ ગેમ રમી.’
આરતીએ બિગ બોસમાં જણાવ્યું હતું કે- જ્યારે હું 13 વર્ષની હતી ત્યારે મને ઘરમાં બંધ કરીને મારી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘરે કામ કરતા એક વ્યક્તિએ જ મારી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરતી જ્યારે પોતાના પર થયેલા ભયાનક ઘટનાક્રમને વર્ણવી રહી હતી ત્યારે તેના હાથ રીતસરના ધ્રુજતા હતાં. નેશનલ ટેલિવિઝન પર આ વાતનો સ્વિકાર કરવાને લઈને અભિનેત્રીની હિંમતના ભારે વખાણ થયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement