શોધખોળ કરો
કાસ્ટિંગ કાઉચ પર બોલિવૂડ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘મારી સાથે રાત વિતાવવા માગતો હતો ડાયરેક્ટર’
એલીએ કહ્યું, મને વજન ઓછું કરવા માટે કહેવાયું. મારી હાઈટ ઓછી છે અને મારા દાંતો વિશે પણ કહેવામાં આવ્યું.

નવી દિલ્હીઃ બોલિવૂડમાં મી ટૂ અભિયાનની શરૂઆત કરનારી તનુશ્રી દત્તા બાદ અત્યાર સુધી ઘણી એક્ટ્રેસ સામે આવીને પોતાની આપવીતી જણાવી ચૂકી છે. થોડા દિવસો પહેલા ઝરીન ખાન અને સુરવીન ચાવલાએ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યો હતો. હવે આ લિસ્ટમાં બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ એલી અબરામનું નામ જોડાઈ ગયું છે. એલીએ જણાવ્યું કે કેવી રીતે શરૂઆતના દિવસોમાં તેની સાથે ડિરેક્ટરનો વ્યવહાર રહ્યો હતો. પિંકવિલાને આપેવા ઈન્ટરવ્યૂમાં એલીએ કહ્યું કે,”હું બે ડાયરેક્ટરને મળી હતી. તેઓએ મારો હાથ મીલાવતી વખતે આંગળી પર સ્ક્રેચ કરી દીધો હતો. એક મીટિંગ બાદ મે મારા મિત્રોને તેનુ કારણ પૂછ્યુ કારણ કે, મને યાદ આવ્યું કે બીજા કોઈકે પણ આવુ કર્યું હતું. મારા મિત્રો આ સાંભળીને હેરાન થઈ ગયા હતા. તેઓએ બાદમાં જણાવ્યું કે તેનો મતલબ હતો કે ડાયરેક્ટર તારી સાથે સેક્સ કરવા માંગે છે.”
એલીએ કહ્યું, મને વજન ઓછું કરવા માટે કહેવાયું. મારી હાઈટ ઓછી છે અને મારા દાંતો વિશે પણ કહેવામાં આવ્યું. એક છોકરીએ મને કહ્યું કે મારી હાઈટ ઓછી છે એટલે હું એક્ટર નહીં બની શકું. મેં તેને ઈગ્નોર કરી. ભારતના રહેવાના બે મહિનાની અંદર મને એવું લાગવા લાગ્યું કે કદાચ મારાથી આ નહીં થઈ શકે. સ્વીડનની રહેવાશી એલી અવરામની 2013માં ફિલ્મ ‘મિકી વાયરસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ ફિલ્મ હતી. ત્યાર બાદ તે ‘કિસ-કિસ કો પ્યાર કરૂ’,’ફ્રોડ સૈય્યાં’ અને ‘જબરિયા જોડી’માં જોવા મળી ચુકી છે. બિગ બોસ 7માં એલી એક કન્ટેસ્ટન્ટ તરીકે શામેલ થઈ હતી.
એલીએ કહ્યું, મને વજન ઓછું કરવા માટે કહેવાયું. મારી હાઈટ ઓછી છે અને મારા દાંતો વિશે પણ કહેવામાં આવ્યું. એક છોકરીએ મને કહ્યું કે મારી હાઈટ ઓછી છે એટલે હું એક્ટર નહીં બની શકું. મેં તેને ઈગ્નોર કરી. ભારતના રહેવાના બે મહિનાની અંદર મને એવું લાગવા લાગ્યું કે કદાચ મારાથી આ નહીં થઈ શકે. સ્વીડનની રહેવાશી એલી અવરામની 2013માં ફિલ્મ ‘મિકી વાયરસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ ફિલ્મ હતી. ત્યાર બાદ તે ‘કિસ-કિસ કો પ્યાર કરૂ’,’ફ્રોડ સૈય્યાં’ અને ‘જબરિયા જોડી’માં જોવા મળી ચુકી છે. બિગ બોસ 7માં એલી એક કન્ટેસ્ટન્ટ તરીકે શામેલ થઈ હતી. વધુ વાંચો





















