શોધખોળ કરો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Bhavnagar: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર અને પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ ચર્ચાસ્પદ ઘટનામાં તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગર લઠ્ઠાકાંડ મિથેનોલ ભેળસેળથી થયો હોવાનું સત્તાવાર સ્વીકાર.
  • બે PI (LCB, વરતેજ) ને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા.
  • આરોપીઓ કોર્ટમાં રજૂ, લઠ્ઠાનું ઉત્પાદન ખરકડીમાં જ થતું હતું.
  • ઝેરી દારૂનું રો-મટીરિયલ મધ્યપ્રદેશથી ભાવનગરમાં લવાતું હતું.

Bhavnagar: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર અને પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ ચર્ચાસ્પદ ઘટનામાં તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

પોલીસ વિભાગમાં મોટું સસ્પેન્શન

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વરતેજ પીઆઈ બાદ હવે LCB પીઆઈ સામે પણ પગલાં ભરાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો...ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ

બીજી તરફ, લઠ્ઠાકાંડના આરોપીઓને સાથે રાખીને પોલીસ કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના મહત્તમ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય માગણી કરવામાં આવશે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં લઠ્ઠાકાંડ સંબંધિત અન્ય અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો

ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને પોલીસ દ્વારા આખરે લઠ્ઠાકાંડ થયો હોવાનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. SMCના એસપી મયુર ચાવડાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના રિપોર્ટ અને FSL તપાસમાં દર્દીઓના સેમ્પલમાં મિથેનોલની હાજરી મળી આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે મિથેનોલની મિલાવટવાળા ઝેરી દારૂના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરના ખરકડીમાં જ બનતો હતો લઠ્ઠો, MPથી આવતું હતું રો-મટીરિયલ

SMCની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ભાવનગરના ખરકડી ગામમાં જ કરવામાં આવતું હતું. મુખ્ય આરોપી રઈશ અને તેના મળતિયાઓ છેલ્લા 2 મહિનાથી આ મિલાવટી લઠ્ઠાનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ દારૂ બનાવવાનું રો-મટીરિયલ મધ્યપ્રદેશથી લાવવામાં આવતું હતું. દારૂકાંડ સામે આવ્યા બાદ માફિયાઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસની બેદરકારી પર એક્શન: વરતેજ PI સસ્પેન્ડ

લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાવનગરના રેંજ આઈજી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના PI એસ.ડી. પઢેરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખરકડીના ઉપસરપંચ હરુભા ગોહિલે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ખરકડી ગામમાં લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડા અને બુટલેગર ગૌતમ સોલંકી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં વરતેજ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી અને બુટલેગરોને છાવર્યા હતા.

Frequently Asked Questions

ભાવનગરમાં લઠ્ઠાકાંડ કયા કારણે થયો હતો?

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને પોલીસ દ્વારા લઠ્ઠાકાંડનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના રિપોર્ટ અને FSL તપાસમાં દર્દીઓના સેમ્પલમાં મિથેનોલની હાજરી મળી છે, જેના કારણે આ હોનારત સર્જાઈ છે.

લઠ્ઠાકાંડ બાદ કયા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે?

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત, વરતેજ PI એસ.ડી. પઢેરિયાને પણ રેંજ આઈજી દ્વારા સસ્પેન્ડ કરાયા છે.

ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ક્યાં કરવામાં આવતું હતું?

SMCની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ભાવનગરના ખરકડી ગામમાં જ કરવામાં આવતું હતું. મુખ્ય આરોપી રઈશ અને તેના મળતિયાઓ છેલ્લા 2 મહિનાથી આ લઠ્ઠાનું ઉત્પાદન કરતા હતા.

લઠ્ઠાકાંડના આરોપીઓની વર્તમાન સ્થિતિ શું છે?

પોલીસે લઠ્ઠાકાંડના આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. પોલીસ દ્વારા તેમના મહત્તમ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય માગણી કરવામાં આવશે, જેથી અન્ય ખુલાસાઓ થઈ શકે.

Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Embed widget