શોધખોળ કરો
Advertisement
બેબી બંપ સાથે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
મુંબઈઃ હેટ સ્ટોરી ગર્લ નામથી જાણીતી એક્ટ્રેસ સુરવીન ચાવલા ટૂંક સમયમાં જ મા બનવાની છે. હાલ તે પ્રેગ્નેન્સીનો આનંદ ળઈ રહી છે. તાજેતરમાં તે એક એવોર્ડ સમારંભમાં જોવા મળી હતી.
ગ્રીન કલરના ગાઉનમાં ઉપસ્થિત રહી હતી. તેના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ જણાતો હતો. ફોટોગ્રાફર્સના કહેવા પર તે સ્ટાઇલિશ પોઝ આપતી હતી. સુરવીન એપ્રિલ, 2019માં બાળકને જન્મ આપી શકે છે.
સુરવીનને 2014માં ફિલ્મ હેટ સ્ટોરી દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ પહેલા તે અનેક સાઉથ અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુકી હતી. તેણે ઉંગલી, ક્રિએચર 3ડી, વેલકમ બેક સહિત અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પંજાબી ફિલ્મોનું એક મોટું નામ છે અને ટોપની એક્ટ્રેસમાં ગણના થાય છે. ચંદીગઢમાં ભણેલી-ઉછરેલી સુરવીને વર્ષ 2003થ 2007 સુધી ટીવીના જાણીતા શો કહીં તો હોગાથી સ્મોલ સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું.
તાજેતરમાં સુરવીને તેના નજીકના મિત્રો સાથે બેબી શૉવર સેલિબ્રેશન કર્યું હતું. જેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
સુરવીને 2013માં બિઝનેસમેન અક્ષય ઠક્કર સાથે રિલેશનશિપમાં હતી, જે બાદ બંનેએ 2015માં પરિવારની હાજરીમાં ઈટાલીમાં લગ્ન કરી લીધા હતા અને 2 વર્ષ બાદ ડિસેમ્બર 2017માં આની સત્તાવાર જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement