હવે આ બીમારીનો શિકાર બની એક્ટ્રેસ Mamta Mohandas, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
Mamta Mohandas New Post: મમતા મોહનદાસે પોતાની બીમારીને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. વર્ષ 2014માં અભિનેત્રી કેન્સર જેવી બિમારીનો શિકાર બની હતી.
Mamta Mohandas New Post: અભિનેત્રી અને નિર્માતા પ્લે બેક સિંગર મમતા મોહનદાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેના પછી સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીએ તેની ગંભીર બીમારીનો ખુલાસો કર્યો છે. તેને ઓટોઇમ્યુન ડિસીઝ વિટીલિગોનું નિદાન થયું છે. મમતાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બે ફોટા સાથે એક પોસ્ટ પણ લખી છે.
ઓટોઇમ્યુન રોગ સામે લડતી અભિનેત્રી
અભિનેત્રીએ તેની બે સેલ્ફી શેર કરી છે. પ્રથમ ફોટામાં અભિનેત્રી બગીચામાં બેઠેલી બધી હસતી છે. બગીચામાં ખુરશી પર બેઠેલી મમતા કાળી ચાનો કપ પકડી રહી હતી. આ દરમિયાન તેણે બ્લેક ટી-શર્ટ અને જેકેટ પહેર્યું હતું. તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું, "પ્રિય સૂર્ય, હું હવે તને ગળે લગાવી રહી છું. જેવુ મે પહેલા ક્યારેય નથી કર્યું. તો જુવો હું રંગ ગુમાવી રહી છું. હું દરેક સવાર તમારાથી પહેલા ઊઠું છું ફક્ત તમારૂ પહેલું કિરણ જોવા માટે. મને તે બધુ જ આપી દો જે તમારી પાસે છે. કેમ કે તેની મને વધુ જરૂર છે અને તેના માટે હું હંમેશા તમારી આભારી રહીશ
View this post on Instagram
યુઝર્સે કરી પ્રાર્થના
આ પોસ્ટ પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- 'તમે ખૂબ જ શક્તિશાળી મહિલા છો. અમને પ્રેરણા આપતા રહો છો. બીજાએ લખ્યું- 'તમે અમારા બધા માટે ફાઇટર અને પ્રેરણા છો. તમે ચોક્કસપણે સારું થઈ જશો. ભગવાન તમારું ભલુ કરે.
વર્ષ 2014માં કેન્સરનો શિકાર બની હતી
તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં અભિનેત્રી કેન્સર જેવી બિમારીનો શિકાર બની હતી. આ દરમિયાન અભિનેત્રી સ્તન કેન્સરનો ભોગ બની હતી. જેની તેણે UCLAમાં સારવાર કરાવી હતી. અભિનેત્રીએ તક મળતાં જ આ બીમારીની સારવાર કરાવી હતી અને તે સાજી થઈ ગઈ.
મમતાએ પોતાના કરિયરની શરૂઆત 2005માં કરી હતી
મમતાએ 2005માં મલયાલમ ફિલ્મ મયુખમથી ડેબ્યૂ કર્યું હતું. મમતા કેટલીક તેલુગુ અને તમિલ પ્રોડક્શન્સ અને એક કન્નડ ફિલ્મ ઉપરાંત, તેણે મુખ્યત્વે મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે બે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. 2006 માં શ્રેષ્ઠ તેલુગુ પ્લેબેક સિંગર અને 2010 માં શ્રેષ્ઠ મલયાલમ અભિનેત્રી. મમતા પ્લેબેક સિંગર પણ છે.