શોધખોળ કરો
ભારતીય ગાયિકાનું વિવાદાસ્પદન નિવેદનઃ ભારતીય જાનવરો કરતાં પણ બદતર છે
1/5

આયુષ્યમાન ખુરાના અને ભૂમી પેડણેકર અભિનિત ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ના ગીત ‘મોહ-મોહ કે ધાગે’ માટે નેશનલ એવૉર્ડ મળવા વિષે તેણે કહ્યું હતું કે, મારી મમ્મીને આ વાતનો ખુબ જ આનંદ થયો હતો. એક સમયે અમે દેવાદાર થઈ ગયાં હતાં. પૈસાના અભાવના કારણે મારે કોલેજ પણ છોડવી પડી હતી. સિંગર મોનાલી ઠાકુર ફિલ્મ ‘લક્ષ્મી’માં પણ જોવા મળી હતી.
2/5

વાતચીત દરમિયાન મોનાલી ઠાકુરેએ કહ્યું હતું કે, આપણો દેશ ઘણો સુંદર છે, અહીં અનેક સભ્યતાઓ છે. પરંતુ આપણે તેનો ખોટો ફાયદો ઉઠાવીએ છીએ. આપણે આપણા દેશ અને વારસાને અપમાનિત કરી રહ્યાં છીએ. કહેવા માટે તો આપણે બધા એડવાંસ બની રહ્યાં છીએ, પરંતુ એવું દેખાતું નથી. જંગલિયાતપણું તો જાનવરોનો સ્વભવ હોય છે, પરંતુ આપણે તો જાનવર કરતા પણ બદતર છીએ.
3/5

મોનાલીનું પ્રથમ સિંગલ ગીત ‘તમન્ના’ પણ રજુ થયું છે. આ બાબતે તેણે કહ્યું કે, હું ખુબ જ ડરેલી હતી, કારણ કે મેં તેમાં વાદળી રંગની લિપસ્ટિક કરી છે. શ્રોતાઓએ મને ક્યારેય આવા લુકમાં નહીં જોઈ હોય, પરંતુ મારી ટીમનો ખુબ ખુબ આભાર કે તેને બધુ જ સારી રીતે સંભાળ્યું.
4/5

એક જાણીતી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, હું ટ્રાવેલિંગ કરૂ છું, હું શરમ અનુભવી રહી છું. બીજા દેશના લોકો ભારતને રહેવા લાયક દેશ જ નથી માનતા. આ વાતને લઈને ખુબ જ દુ:ખ થાય છે.
5/5

નવી દિલ્હીઃ નેશનલ એવોર્ડ જીતી ચૂકેલ ગાયક મોનાલી ઠાકુરે હવે કંઈક એવું કહ્યું જેના કારણે સોશિયલ મીડિયામાં તે છવાઈ ગઈ છે. ભારતની છબી વિશે વાતચીત કરતાં તેણે કહ્યું કે, આપણે ત્યાં લોકો જાનવર કરતાં પણ ગયેલા છે. બીજા દેશના લોકો ભારતને રહેવા લાયક નથી માનતા.
Published at : 11 May 2018 08:00 AM (IST)
View More
Advertisement



















