Ideas of India 2025: બોલીવૂડ પાર્ટીને લઈ ઓરીએ કર્યો ખુલાસો, જણાવ્યું- ત્યાં શું-શું થાય છે ?
એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિમાં ભાગ લેવા માટે વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોની સાથે મનોરંજન ઉદ્યોગના ઘણા દિગ્ગજ લોકો પણ આવ્યા છે.

Ideas Of India Summit 2025: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિમાં ભાગ લેવા માટે વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોની સાથે મનોરંજન ઉદ્યોગના ઘણા દિગ્ગજ લોકો પણ આવ્યા છે. અમોલ પાલેકર, તાપસી પન્નુથી લઈને ભૂમિ પેડનેકર જેવી મનોરંજન જગતની મોટી હસ્તીઓ અહીં પહોંચી હતી અને વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.
આ સાથે જ, એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈપણ ફિલ્મ કે સીરીઝ કર્યા વગર માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પ્રભાવિત કરનાર ઓરી પણ પહોંચ્યો હતો. અહીં ઓરીએ ઘણી બધી બાબતો વિશે વાત કરી હતી.
અમીર હોવાની ડાર્ક સાઈડ શું છે? ઓરીએ જણાવ્યું
ઓરીને પ્રશ્ન કરી રહેલા હોસ્ટ ચેતન ભગતે અમીર હોવા પર એક પ્રશ્ન પૂછ્યો - તેમણે પૂછ્યું કે અમીર હોવું શું છે જેમ કે રજાઓ પર જવું, પાર્ટી કરવી અને આનંદ કરવો, અથવા તેની પણ કોઈ ડાર્ક સાઈડ છે.
જેના જવાબમાં ઓરીએ પોતાનો અનુભવ જણાવ્યો. તેણે કહ્યું કે હું મારા અનુભવથી કહી રહ્યો છું કે દરેકની સફર અલગ-અલગ હોય છે, શક્ય છે કે તમારો જન્મ એવા ઘરમાં થયો હોય જ્યાં પૈસા હોય કે ન હોય. તેથી તમે સરખામણી કરી શકતા નથી. પણ જો હું મારું કહું તો હું ખૂબ જ કંટાળી જાવ છું.
ઓરી કહે છે- તમે ઉત્સાહિત થવા માટે કેટલી નવી બેગ અને ઘડિયાળો ખરીદી શકો છો? અને વેકેશન પછી વેકેશન દરેકને કંટાળી જાય છે.
સોશિયલ મીડિયા પર ઓળખ બનાવનાર ઓરીએ સોશિયલ મીડિયા પર નિશાન સાધ્યું અને તેને બોરિંગ ગણાવ્યું. તેણે કહ્યું, "તે ખરેખર ખૂબ જ કંટાળાજનક છે કારણ કે આના દ્વારા મેં મિઝોરમથી થાઈલેન્ડ સુધીના ઘણા સ્થળો જોયા છે, તેથી જ્યારે હું આવી જગ્યાએ પહોંચું છું, ત્યારે કંઈક નવું અનુભવવાનું બાકી રહેતું નથી."
જ્યાં ઓરી હોય ત્યાં પાર્ટીઓમાં શું વાત થાય છે
ચેતનના સવાલના જવાબમાં ઓરીએ કહ્યું કે અમે પાર્ટીમાં AI જેવા મુદ્દાઓ પર ક્યારેય વાત કરતા નથી. તેણે કહ્યું કે પાર્ટીઓમાં એટલું લાઉડ મ્યુઝિક હોય છે કે વાત કરવી મુશ્કેલ હોય છે. જો હું મારા વિશે વાત કરું તો પાર્ટીઓમાં ફોટો ક્લિક કરવો એ મારા માટે આનંદની વાત છે.
ઓરીએ અમીર હોવા પર ડાર્ક સાઈડ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે જ્યારે તમે કામ કરીને કમાઓ છો ત્યારે તમને સંતોષ થાય છે, પરંતુ જ્યારે તમારી પાસે કામ વગર પૈસા હોય છે ત્યારે તમને સંતોષ નથી મળતો.
ઓરી કહે છે કે લોકો મારી સાથે પાર્ટીઓમાં ફોટોગ્રાફ્સ લેવા માંગે છે અને તે મારી સુપરપાવર છે કે હું સેલિબ્રિટી જેવો અનુભવ કરું છું. તેથી હું તેમની સાથે ફોટા ક્લિક કરું છું.
તેણે કહ્યું- પાર્ટીઓમાં, મૂળભૂત રીતે અમે એકબીજાના કપડા અને કેટલીક ફની રીલ જેવી અન્ય બાબતો વિશે વાત કરીએ છીએ.