શોધખોળ કરો
બૉલીવુડના જાણીતા એક્ટરને પોતાનાથી મોટી વયની હૉટ એક્ટ્રેસ સાથે બંધાયા સંબંધ, ટોચના ક્રિકેટરની પણ રહી ચૂકી છે ગર્લફ્રેન્ડ
તાજેતરમાં રિપોર્ટ આવ્યા હતા કે અભિનેત્રી કિમ શર્મા પોતાના માતા પિતા સાથે ફિલ્મ અમિત સાધ સાથે ડિનર પણ કરવા ગઇ હતી. ઉલ્લેખનીય છે કે કિમ શર્મા અને હર્ષવર્ધન રાનેનુ તાજેતરમાં જ બ્રેકઅપ થઇ ગયુ છે, બન્નેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ
![બૉલીવુડના જાણીતા એક્ટરને પોતાનાથી મોટી વયની હૉટ એક્ટ્રેસ સાથે બંધાયા સંબંધ, ટોચના ક્રિકેટરની પણ રહી ચૂકી છે ગર્લફ્રેન્ડ Actor Amit Sadh Dating Rumours with Kim Sharma બૉલીવુડના જાણીતા એક્ટરને પોતાનાથી મોટી વયની હૉટ એક્ટ્રેસ સાથે બંધાયા સંબંધ, ટોચના ક્રિકેટરની પણ રહી ચૂકી છે ગર્લફ્રેન્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/04183241/Kim-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ એક્ટર અમિત સાધ અને અને હૉટ એક્ટ્રેસ કિમ શર્માના સંબંધોની ચર્ચા સોશ્યલ મીડિયામાં શરૂ થઇ ગઇ છે. ખરેખરમાં તાજેતરમાં બન્ને ગોવામાં એકસાથે સ્પૉટ થયા હતા, આ પછી બન્નેના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. જોકે, આ અંગે હવે અમિત સાધ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ બધી અફવાઓથી મને કઇ ફરક નથી પડતો.
તાજેતરમાં રિપોર્ટ આવ્યા હતા કે અભિનેત્રી કિમ શર્મા પોતાના માતા પિતા સાથે ફિલ્મ અમિત સાધ સાથે ડિનર પણ કરવા ગઇ હતી. ઉલ્લેખનીય છે કે કિમ શર્મા અને હર્ષવર્ધન રાનેનુ તાજેતરમાં જ બ્રેકઅપ થઇ ગયુ છે, બન્નેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ.
અભિનેતા અમિત સાધે પણ એક ઇન્ટરવ્યૂમાં આ અંગે કહ્યું હતુ કે હું ક્યારેય છુપાઇને રોમાન્સ નહીં કરુ. મને આવી બધી અફવાઓથી કોઇ ફરક નથી પડતો.
ઉલ્લેખનીય છે કે હૉટ એક્ટ્રેસ કિમ શર્માના અફેરની ચર્ચા અગાઉ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ ઉઠી હતી. તે લાંબા સમય સુધી યુવરાજની ગર્લફ્રેન્ડ પણ રહી ચૂકી છે. બાદમાં તેને હર્ષવર્ધન રાનેને ડેટ કર્યુ અને બ્રેકઅપ થઇ ગયુ હતુ. હવે એક્ટ્રેસની ચર્ચા અમિત સાથે થઇ રહી છે. કિમ શર્મા હાલ 40 વર્ષની છે અને અમિત સાધ 37 વર્ષનો છે, એટલે કે કિમ શર્મા અમિતથી ત્રણ વર્ષ મોટી છે.
![બૉલીવુડના જાણીતા એક્ટરને પોતાનાથી મોટી વયની હૉટ એક્ટ્રેસ સાથે બંધાયા સંબંધ, ટોચના ક્રિકેટરની પણ રહી ચૂકી છે ગર્લફ્રેન્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/04183241/Kim-01-300x166.jpg)
![બૉલીવુડના જાણીતા એક્ટરને પોતાનાથી મોટી વયની હૉટ એક્ટ્રેસ સાથે બંધાયા સંબંધ, ટોચના ક્રિકેટરની પણ રહી ચૂકી છે ગર્લફ્રેન્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/04183255/Kim-02-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)