રીતિકનું 16 વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે છે અફેર ? યુવતીના કાકા મહાન નાટ્યકારની થઈ હતી હત્યા, કોની સાથે લિવ-ઈનમાં રહેતી ?
રીતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે આ યુવતી જોવા મળી હતી. રીતિકે તેનો હાથ પકડયો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી.
મુંબઇ : બોલીવૂડનો અભિનેતા અને 2014માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારા રીતક રોશનનું પોતાનાથી 16 વર્ષ નાની યુવતી સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. રીતિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર આ યુવતી સાથે જોવા મળ્યો હતો.
રીતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે આ યુવતી જોવા મળી હતી. રીતિકે તેનો હાથ પકડયો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. રીતિક આ યુવતીને તસવીરકારોથી પણ બચાવતો હતો. બંનેના ચહેરા પર માસ્ક હતા તેથી આ યુવતી કોણ હતી એ જાણી શકાયું નથી પણ આ યુવતી સબા આઝાદ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
સબા આઝાદ દિલ્હીની છે અને યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે. 2013માં સબા અને ઈમાદ લિવ-ઈન રીલેશનમાં રહેતાં હતાં. 2008માં સબાએ રાહુલ બોઝ સાથે દિલ કબડ્ડી ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કર્યું હતું. સબા આઝાદ દિલ્હીમાં જેમની હત્યા થઈ હતી એ જાણીતા નાટ્યકાર સફદર હાશ્મીની ભત્રીજી છે. સબા 32 વર્ષની છે જ્યારે રીતીક 38 વર્ષનો છે.
રીતીકનો સબા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રીતિક સબાને ડેટ કરી રહ્યો છે એવી અટકળો ચાલી રહી છે. રીતિકે 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે 'કહોના પ્યાર હૈ' ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. ડિવોર્સ પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે.
રીતિક હવે 'વિક્રમ-વેધા'માં જોવા મળશે, જેમાં તેણે વેધાની ભૂમિકા ભજવી છે. સૈફ અલી ખાન વિક્રમની ભૂમિકા ભજવે છે અને સાથે રાધિક આપ્ટે પણ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલિઝ કરવામાં આવે એવું જાણવા મળ્યું છે. સબા થોડા દિવસ પહેલાં રીતિકની પિતરાઇ બહેન તથા રાકેશ રોશનની દીકરી પશ્મીના સાથે પણ જોવા મળી હતી.