શોધખોળ કરો
Advertisement
અભિનેતા નસીરુદ્દીન શાહની તબિયતને લઇને ફેલાઇ અફવા, દીકરાએ કહ્યું- 'દુઆ કર રહે હૈ'
સોશ્યલ મીડિયા પર અફવા ફેલાઇ ગઇ કે, અભિનેતા નસીરુદ્દીન શાહ બિમાર છે, અને તેમને ક્રિટિકલ કંડીશનમાં હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે
મુંબઇઃ સળંગ બે દિવસ બૉલીવુડના બે દિગ્ગજોના નિધનના કારણે ફેન્સ શોકમાં છે, ત્યારે સોશ્યલ મીડિયા પર વધુ એક અફવા ફેલાઇ ગઇ. આ વાતથી પરેશાન દીકરાએ ખુદ પોતાના પિતાની તબિયતને લઇને સ્પષ્ટતા કરી હતી.
સોશ્યલ મીડિયા પર અફવા ફેલાઇ ગઇ કે, અભિનેતા નસીરુદ્દીન શાહ બિમાર છે, અને તેમને ક્રિટિકલ કંડીશનમાં હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે, આ સમાચાર માત્ર એક અફવા નીકળ્યા હતા. આ વાતની પુષ્ટિ ખુદ અભિનેતાના દીકરા વિવાન શાહે કરી હતી.
જેવુ દીકરા વિવાન શાહને ખબર પડી તો તેમને ટ્વીટ મારફતે બધુ સ્પષ્ટ કરી દીધુ. વિવાને શાહે ટ્વીટ કર્યુ, બધુ ઠીક છે, બાબા એકદીમ ઠીક છે, તેમના સ્વાસ્થ્યને લઇને કરવામાં આવી રહેલી વાતો ખોટી છે, અફવા છે. તે ઇરફાન અને ચિંટુજી માટે દુઆ કરી રહ્યાં છે. તે બન્નેને ખુબ યાદ કરી રહ્યાં છે. તેમને બન્ને પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે. અમે બધા દિલથી બન્ને પરિવારો માટે દુઃખી છીએ, તેમના જવાથી મોટી ક્ષતિ થઇ છે.
વિવાન પહેલ નસીરુદ્દીન શાહના મેનેજરે આ વાતને ખોટી ગણાવતા કહ્યું કે, સોશ્યલ મીડિયો પર જે અફવાઓ અભિનેતા નસીરુદ્દીન શાહને લઇને ઉડી રહી છે, તે ખોટી છે, નસીરુદ્દીન શાહ સાહેબ ઘરમાં છે, અને એકદમ સુરક્ષિત છે, તે પણ આવા સમાચારોથી પરેશાન છે.
ઉલ્લેખનીય છે કે રાત્રે અચાનક આ અફવા ફેલાવવાથી ફેન્સ ચોંકી ગયા હતા. ટ્વીટર પર #naseeruddinshah નંબર એક પર ટ્રેન્ડ કરી રહ્યું હતુ, અને સોશ્યલ મીડિયા પર તેમને જલ્દી ઠીક થવાની દુઆઓ કરવા લાગ્યા હતા. બાદમાં તેમના દીકરાએ બધી સ્પષ્ટતા કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement