શોધખોળ કરો
Advertisement
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ‘આદિપુરુષ’ના મૉશન કેપ્ચરનું કામ થયુ શરૂ, એક્ટર ઇન્સ્ટા પર શેર કરી ઝલક
ઉલ્લેખનીય છે કે આદિપુરુષની કહાણી રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં સાઉથ અને બૉલીવુડના મોટા સ્ટાર્સ દેખાશે. હાલ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મને લઇને બઝ બનેલો છે
મુંબઇઃ છેલ્લા કેટલાય મહિનાઓથી સાઉથ સુપરસ્ટાર પ્રભાસની મેગાબજેટ ફિલ્મ આદિપુરુષને લઇને ખુબ ચર્ચા થઇ રહી છે. ફેન્સમાં પણ આ ફિલ્મને લઇને જબરદસ્ત એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યો છે. વળી પ્રભાસે પણ આ મૉસ્ટ અવેટેડ ફિલ્મ પર કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનુ મૉશન કેપ્ચર કામ અને ટેસ્ટ શૂટ શરુ કરી દેવામાં આવ્યુ છે.
2જી ફેબ્રુઆરીએ ફ્લૉર પર જશે આદિપુરુષ
જાણકારી અનુસાર આદિપુરુષ ફિલ્મમાં એકથી બઢકર એક વીએફએક્સ દેખાશે. આ ફિલ્મ 2જી ફેબ્રુઆરીએ ફ્લૉર પર જશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં પ્રભુ રામના રૉલમાં પ્રભાસ, લંકેશના રૉલમાં સૈફ અલી ખાન અને સીતાના રૉલમાં કૃતિ સેનન દેખાશે.
પ્રભાસે ઇન્સ્ટાગ્રામ પર મૉશન કેપ્ચરની ઝલક કરી શેર
પ્રભાસે ઇન્સ્ટાગ્રામ પર મૉશન કેપ્ચર ટેકનલૉજીની એક ઝલક પણ શેર કરી છે. આની સાથે જ તેને લખ્યું- મૉશન કેપ્ચર શરૂ થાય છે. #Adipurushનો વર્લ્ડ ક્રિએટ થઇ રહ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022એ રિલીઝ થશે. આ ફિલ્મ ખુબ મોટા બજેટ લગભગ 300 થી 400 કરોડમાં બની રહી છે. સુત્રો અનુસાર બૉલીવુડને બ્લૉકબ્લસ્ટર ફિલ્મ તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર આપનારા ડાયરેક્ટર ઓમ રાઉત અને પ્રૉડ્યૂસર ભૂષણ કુમાર ફિલ્મ આદિપુરુષમાં પણ કંઇક શાનદાર અને જાનદાર કરવાના છે.
ઉલ્લેખનીય છે કે આદિપુરુષની કહાણી રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં સાઉથ અને બૉલીવુડના મોટા સ્ટાર્સ દેખાશે. હાલ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મને લઇને બઝ બનેલો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement