શોધખોળ કરો

જાણીતા અભિનેતા શ્રીરામ લાગુનું 92 વર્ષની વયે અવસાન, રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યું દુખ

રામ લાગુ માત્ર બોલિવૂડ ફિલ્મમાં જ નહી પણ મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. ખાસ વાત એ છે કે તેમની એક્ટિંગની ફિલ્મોમાં જેટલી પ્રશંસા થઈ એના કરતા વધારે થિયેટરના વિકાસમાં તેમના યોગદાનને લઈને પ્રશંસા થતી હતી.

મુંબઈ: દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુનું લાંબી બિમારી બાદ 92 વર્ષની વયે મંગળવારે પૂણેમાં નિધન થયું હતું. તેમનું અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવશે. શ્રીરામ લાગુનો જન્મ 16 નવેમ્બર 1927માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. શ્રીરામ લાગુ માત્ર બોલિવૂડ ફિલ્મમાં જ નહી પણ મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. ખાસ વાત એ છે કે તેમની એક્ટિંગની ફિલ્મોમાં જેટલી  પ્રશંસા થઈ એના કરતા વધારે થિયેટરના વિકાસમાં તેમના યોગદાનને લઈને પ્રશંસા થતી હતી.તેમના નિધન પર એનસીપી પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નિતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું હતું. શ્રીરામ લાગુ અમિતાભ બચ્ચની ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં નજર આવ્યા હતા. તે સિવાય તેમણે હેરા ફેરી, ઘરોન્દા, મંજિલ, થોડી સી બેવફાઈ, લાવારિસ, શ્રીમાન શ્રીમતી, વિધાતા, સદમા અને ઇન્સાફી કી પુકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું, “મહાન કલાકાર શ્રીરામ લાગુને મારી શ્રદ્ધાંજલિ. આપણે એક બહુમુખી વ્યક્તિત્વને ગુમાવી દીધા છે. અદ્વિતિય થિએટર અભિનેતાએ સિલ્વર સ્ક્રિન પર પોતાનો દબદબો બનાવ્યો અને પ્રભાવ પાડ્યો હતો. તેઓ એક સામાજિક કાર્યકર્તા પણ હતા.” મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ શ્રીરામ લાગૂને ‘નટસમ્રાટ’ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘મરાઠી રંગમંચ’ એ પોતાના પ્યારા નટસમ્રાટને ગુમાવી દીધા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજીત પવારે કહ્યું કે લાગૂના નિધનના સમાચાર દુ:ખદ છે. શ્રીરામ લાગુને 1978માં ફિલ્મ ‘ઘરોન્દા’ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. લાગુ પ્રસિદ્ધ નાટક નટ સમ્રાટના પ્રથમ હીરો હતા. આ નાટકને પ્રસિદ્ધ લેખક કુસુમાગ્રએ લખ્યું હતું. જેમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget