શોધખોળ કરો

આર્યન ખાન ડ્રગ્સ કેસ: અનન્યા પાંડે આજે NCB સમક્ષ હાજર ન થઈ, હવે નવુ સમન્સ જાહેર થશે

બોલિવૂડ અભિનેત્રી અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સોમવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સમક્ષ હાજર નહી થાય. અનન્યા પાંડેને આજે ત્રીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

બોલિવૂડ અભિનેત્રી અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સોમવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સમક્ષ હાજર નહી થાય. અનન્યા પાંડેને આજે ત્રીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અનન્યાને સવારે 11 વાગ્યે NCB ઑફિસ પહોંચવાનું હતું, જોકે તેણે અંગત કારણોસર NCBને આગળની તારીખ નક્કી કરવા વિનંતી કરી હતી.

NCB ના સૂત્રોને ટાંકીને માહિતી મળી હતી કે ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે સોમવારે NCB ઓફિસમાં હાજર નહોતી. અન્યાએ વ્યક્તિગત કારણોને ટાંકીને NCBને અન્ય તારીખ આપવા વિનંતી કરી હતી. તે જ સમયે, NCBએ અનન્યાની આ વિનંતી પણ સ્વીકારી લીધી છે. એનસીબી હવે નવી તારીખ માટે સમન્સ જાહેર કરશે, ત્યારબાદ અનન્યા પાંડે તે તારીખે પૂછપરછ માટે એનસીબી ઓફિસમાં હાજર થશે.

જણાવી દઈએ કે અગાઉ અનન્યા પાંડે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે કથિત વોટ્સએપ ચેટ અંગે શુક્રવારે સતત બીજા દિવસે એનસીબી સમક્ષ હાજર થઈ હતી. એનસીબી દ્વારા તેમની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

NCB ના સૂત્રોને ટાંકીને માહિતી મળી હતી કે ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે સોમવારે NCB ઓફિસમાં હાજર નહોતી. અન્યાએ વ્યક્તિગત કારણોને ટાંકીને NCBને અન્ય તારીખ આપવા વિનંતી કરી હતી. 

ક્રુઝ શિપમાંથી ડ્રગ્સ મળવાના કેસની તપાસ NCB કરી રહી છે અને આ મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન NCB ને આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વોટ્સએપ પર કેટલીક ચેટ્સ મળી હતી. તેમણે કહ્યું કે એનસીબીના અધિકારીઓ ચેટ વિશે થોડી વધુ માહિતી મેળવવા માંગતા હતા અને આ માટે અનન્યાને ગુરુવારે ઓફિસમાં બોલાવવામાં આવી હતી, જ્યાં તેમની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ ગુરુવારે અનન્યાનું લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યો છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget