શોધખોળ કરો
Advertisement
સુશાંતની ખાસ નજીકની મનાતી આ અભિનેત્રીને યાદ આવ્યો સુશાંત, તો શેર કરી ખાસ તસવીર
અંકિતા લોખંડે તાજેતર એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં એક સળગતી મીણબતી છે. એટલે કે તે સુશાંતને શ્રદ્ધાજલિ આપી રહી છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોતનો એક મહિનો વિતી ગયો છે, પરંતુ ફેન અને મિત્રોને હજુ પણ સુશાંતની યાદ સતાવી રહી છે. પરિવારજનો અને નજીકના ખાસ લોક હજુ પણ તેના શોકમાં ડુબેલા છે. બૉલીવુડ અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને પણ હજુ સુશાંતની યાદ સતાવી રહી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને સુશાંતને યાદ કર્યો છે.
અંકિતા લોખંડે તાજેતર એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં એક સળગતી મીણબતી છે. એટલે કે તે સુશાંતને શ્રદ્ધાજલિ આપી રહી છે.
અભિનેત્રીએ આ પૉસ્ટ સુશાંતને સમર્પિત કરી છે. અંકિતાએ કેપ્શનમાં લખ્યું- આશા, પ્રાર્થના, અને હિંમત.. હસતો રહે જ્યાં પણ તુ હોય.. અંકિતાની ઓ પૉસ્ટ પર ફેન્સ અને સેલેબ્સની કૉમેન્ટ સતત આવી રહી છે. આમાં યુવિકા ચૌધરી, આશા નેગી, અપર્ણા દિક્ષિત, રશ્મિ દેસાઇ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરતા હોવાની પણ વાત સામે આવી ચૂકી છે. અંકિતા અને સુશાંત એકતા કપૂરની ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં એક સાથે જોવા મળ્યા હતા. આ શૉમાં કામ કરતાં કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેની રિલેશનશીપ કેટલાય વર્ષો સુધી રહ્યું. પણ કારણોસર બન્ને છુટી પડી ગયા હતા.
દિવંગત અભિનેતા સુશાંત રાજપૂતે 14 જુને પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. એક્ટરની આત્મહત્યા બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement