શોધખોળ કરો

Monika Bhadoriya: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેનના કમબેકને લઈને શોની બાવરીએ આપ્યું મોટું નિવેદન, મને લાગે છે તેઓ પાછા....

Taarak Mehta Ka Ooltah Chashmah: અભિનેત્રી મોનિકા ભદોરિયા ટીવીની જાણીતી અભિનેત્રી છે. તેણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવી હતી. જોકે તેણે ઘણા વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો.

Taarak Mehta Ka Ooltah Chashmah: અભિનેત્રી મોનિકા ભદોરિયા ટીવીની જાણીતી અભિનેત્રી છે. તેણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવી હતી. જોકે તેણે ઘણા વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો. થોડા મહિના પહેલા તેણે શોના મેકર્સ પર અનેક આરોપો લગાવ્યા હતા. ત્યારથી તે ચર્ચામાં રહે છે.

હવે ટેલી ચક્કરને આપેલા એક ઇન્ટરવ્યુમાં, તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીના કમબેક પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, મને નથી લાગતું કે દિશા વાકાણી શોમાં પાછી ફરે. શોના સેટ પર પણ દિશા સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. જો નિર્માતાઓએ તેમની સાથે જે કર્યું છે તેના માટે માફી માંગે અને ખાતરી આપે કે તે ફરીથી પુનરાવર્તન નહીં થાય, તો કદાચ તેઓ પાછા આવશે.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણી આ શોમાં દયાબેનના રોલમાં હતી. આ શોએ દિશાને નામ અને પ્રસિદ્ધિ અપાવી. લગભગ પાંચ વર્ષ પહેલા દિશા વાકાણીએ શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી. જે બાદ તેઓ શોમાં પાછા ફર્યો નથી અને દિશાને હજુ શોમાં રિપ્લેસ કરવામાં આવી નથી. થોડા દિવસો પહેલા એવા અહેવાલ હતા કે દિશા વાકાણી શોમાં પરત ફરી શકે છે. જો કે તેના પરત આવવા અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

શું મોનિકા બિગ બોસ 17માં આવશે?

મોનિકા ભદોરિયાએ બિગ બોસ 17માં એન્ટ્રી વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, મેં બિગ બોસ ઓટીટી જોયું. મને ઘણા લોકો પસંદ આવ્યા. ફલક નાઝ, મનીષા રાની દરેકના ફેવરિટ છે. મારા માટે કામ, કામ છે. જો હું બિગ બોસ કરીશ તો કામની જેમ જ કરીશ. તેની હજુ પુષ્ટિ થઈ નથી. જો મને આ માટે સંપર્ક કરવામાં આવશે, તો હું તે કરીશ.

ઘણા કલાકારોને પેમેન્ટની સમસ્યાનો સામનો કરવો પડ્યો

ઇ-ટાઇમ્સ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોનિકાએ કહ્યું હતું કે તેણે પણ પૈસા મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણે ઘણા કલાકારોએ તાજેતરમાં શો છોડી દીધો હતો. મોનિકાએ કહ્યું હતું કે "મારે મારી મહેનતની કમાણી માટે એક વર્ષ સુધી લડવું પડ્યું, તો પણ તેઓ પેમેન્ટ આપવા તૈયાર ન હતા. જ્યારે મેં તેમને કહ્યું કે હવે હું CINTAAમાં ફરિયાદ કરવા જઈ રહી છું ત્યારે તેઓ ગભરાઈ ગયા અને મારું પેમેન્ટ રીલીઝ કર્યું હતું. ટીવી શો સાથેની મારી છ વર્ષની સફર દરમિયાન મને ક્યારેય નક્કી કરેલ પેમેન્ટ મળ્યું નથી. તેઓ એમ કહીને વાત બદલી દેતા હતા કે શું નક્કી કર્યું હતું તે મને યાદ નથી. મોનિકાએ વધુમાં ઉમેર્યું હતું કે  "તેઓ દરેકના પૈસા રોકે છે. મેં એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો. હું તેમની ઓફિસમાં જતી અને બેસતી પણ ત્યાં કોઈ મદદ મળી નહોતી. જ્યારે મેં તેમને નોટિસ મોકલી ત્યારે તેઓએ મારું પેમેન્ટ આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
IBPS RRB Recruitment 2024: બેન્કમાં 9000થી વધુ ઓફિસરોના પદ માટે અરજીની વધુ એક તક, અંતિમ તારીખ લંબાવાઇ
IBPS RRB Recruitment 2024: બેન્કમાં 9000થી વધુ ઓફિસરોના પદ માટે અરજીની વધુ એક તક, અંતિમ તારીખ લંબાવાઇ
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Embed widget