શોધખોળ કરો
Advertisement
સુશાંત સાથેની વૉટ્સએપ ચેટ મામલે આ અભિનેત્રીએ રિયાને રોકડુ પરખાવ્યુ- બોલી- 'ચોર કી દાઢી મે તિનકા'
કામ્યા પંજાબીએ એબીપી ન્યૂઝના એક સમાચારને શેર કરતા ટ્વીટ કર્યુ, તે આના માધ્યમથી શું સાબિત કરવાની કોશિશ કરી રહી છે? ભાઇ-બહેનમાં ઝઘડો થતો રહે છે, કોઇ મોટી વાત નથી
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પોતાનો મત આપ્યો છે.કામ્યા પંજાબીનુ માનવુ છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તી સુશાંતનુ ક્રેડિટ કાર્ડ યૂઝ કરતી હતી, રિયાએ શનિવારે સુશાંતની સાથે થયેલી વૉટ્સએપ ચેટની સ્ક્રીનશૉટ શેર કર્યા હતા, જેમાં સુશાંતનુ કહેવુ છે કે તેની બહેન પ્રિયંકા તેના વિરુદ્ધ ભડકાવતી હતી. આના પર કામ્યા પંજાબીએ રિએક્ટ કર્યુ છે, અને કહ્યું છે કે ભાઇ-બહેનમા ઝઘડો થવો સામાન્ય વાત છે.
કામ્યા પંજાબીએ એબીપી ન્યૂઝના એક સમાચારને શેર કરતા ટ્વીટ કર્યુ, તે આના માધ્યમથી શું સાબિત કરવાની કોશિશ કરી રહી છે? ભાઇ-બહેનમાં ઝઘડો થતો રહે છે, કોઇ મોટી વાત નથી.... સૌથી જરૂરી વાત છે કે તે તારી સાથે રહેતો હતો, તેની બહેનની સાથે નહીં, તેના બધા જ ક્રેડિટ કાર્ડ તુ વાપરતી હતી, તેની બહેન નહીં... આની સાથે જ તેને હેશટેગની સાથે ચોર કી દાઢી મે તિનકા, જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત લખ્યું છે..
આની સાથે જ તેને રિયા ચક્રવર્તીની સ્ટાઇલમાં હેશટેગની સાથે રિયાની રિયાલિટી એટલે રિયાની સચ્ચાઇ લખી છે. ઉલ્લેખનીય છે કે રિયા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં રિયાલિટી લખે છે. રિયાએ જે ચેટ શેર કરી છે તેમાં સુશાંત સિંહ પોતાની બહેનને લઇને પરેશાન છે, અને તે કહી રહી છે કે તેની બહેન સિદ્ધાર્થ પિઠાણીને ભડકાવી રહી છે. તે પોતાની બહેનની શરમજનક હરકત વિશે વાત કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
એસ્ટ્રો
Advertisement