શોધખોળ કરો
Advertisement
ટીવી સીરિયલોની આ લોકપ્રિય ગુજરાતી એક્ટ્રેસ હવે સીરિયલોમાં કામ નહીં કરે, કોની સાથે લગ્ન કરીને ક્યાં થવાની છે સેટલ?
એક્ટિંગ છોડીને શિતલ પંડ્યા હવે ટીચિંગ કરવા ઇચ્છે છે, ડાન્સ શીખવા માંગે છે. શિતલ પંડ્યાનો જન્મ મુંબઇમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે, તેનુ મૂળ ગુજરાતી છે
મુંબઇઃ ટીવી સીરિયલ ઉડાન અને તૂ સૂરજ મેં સાંજ પિયાજીમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ શિતલ પંડ્યા હવે એક્ટિંગમાંથી સન્યાસ લઇ રહી છે. ચર્ચા છે કે શિતલ પંડ્યા લગ્ન કરી લીધા છે અને હવે તે એક્ટિંગની દુનિયા છોડી રહી છે. તેને 13 નવેમ્બરે પોતાના બાળપણના મિત્ર અને ડૉક્ટર અભિષેક ભટ્ટાચાર્ય સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે.
એક મીડિયા સાથેની વાતચીતમાં શિતલ પંડ્યાએ જણાવ્યુ કે અમે 13 નવેમ્બરે કોર્ટ મેરેજ એટલા માટે કરી લીધા કેમકે મને અભિષેકની સાથે લિસિસ્ટર, યુકે શિફ્ટ થવા માટે વિઝા સંબંધિત ફોર્માલિટી પુરી કરવાની હતી. પરંતુ હું 20 નવેમ્બરે જ મારા લગ્નની ઓફિશિયલ ડેટ માનીશ કેમકે તે દિવસે અમે મુંબઇમાં પારંપરિક રીતે લગ્ન કરી રહ્યાં છીએ. લગ્ન ગોરેગાંવની ફાઇવ સ્ટાર હૉટલમાં થશે અને હુ બંગાળી દુલ્હન બનીશ. ઉલ્લેખનીય છે કે એક્ટિંગની દુનિયા છોડ્યા બાદ શિતલ પંડ્યા યુકેમાં સેટલ થવા માંગે છે.
અભિષેક યુકેમાં ડૉક્ટર છે, અને શિતલ પંડ્યા ત્યાં જવા માટુ ખુબ ખુશ છે. તે હવે જલ્દી ટીવીની દુનિયાને અલવિદા કહેશે, એક્ટિંગ છોડીને શિતલ પંડ્યા હવે ટીચિંગ કરવા ઇચ્છે છે, ડાન્સ શીખવા માંગે છે. શિતલ પંડ્યાનો જન્મ મુંબઇમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે, તેનુ મૂળ ગુજરાતી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion